બ્લોક રિસોર્સ સેન્ટર અંકલેશ્વર ખાતે લુઇ બ્રેઇલનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર લુઇ બ્રેઈલનો જન્મદિવસ બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય રાષ્ટ્રીય વિજેતા ગજેન્દ્ર પટેલ, ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ રૂપલ ભરવાડા, મૃદુલા પ્રજાપતિ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, સ્પેશિયલ એજયુકેટર્સની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને બ્રેઇલલિપિ વિશે માહિતી આપવા સાથે પતંગ, બોર, લાડુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
