મશહૂર સંગીતકાર સ્વ. જયકિશનજીની યાદમાં સૂર-સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
વાંસદા ખાતે યોજાયેલ સદર કાર્યક્રમમાં ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષક ભરત સોલંકી તથા જયેશ સોલંકી સહભાગી થયા
પ્રાતિનિધિ દ્વારા, ઓલપાડ) : મશહૂર સંગીતકાર સ્વ. જયકિશનજી (શ્રી જયકિશન ડાહ્યાભાઇ પંચાલ) ની યાદમાં વાંસદા ખાતે મ્યૂઝિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલપાડ તાલુકાની વડોલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં એવાં ઉભરતાં ગાયક કલાકાર ભરત સોલંકી સહિત તેમની સમગ્ર ટીમે કર્ણપ્રિય સૂર-સંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.
વાંસદાનાં જયકિશન ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતનાં સંગીતજ્ઞો ઉપરાંત વાંસદા ટાઉનનાં સંગીતપ્રેમીઓએ ઉપસ્થિત રહીને સ્વ. જયકિશનજીની પ્રતિમા સમક્ષ પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અનાડી, પ્રોફેસર, બ્રહ્મચારી, મેરા નામ જોકર જેવી ૧૭૪ જેટલી સુપરહીટ ફિલ્મોમાં શંકર-જયકિશન નામ હેઠળ સંગીત નિર્દેશન કરનાર પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત જયકિશનજીને શ્રદ્ધાંજલિ પાઠવવાનાં આ કાર્યક્રમને આયોજક એવાં વાંસદાનાં સંગીતપ્રેમી મિનેષભાઈ પટેલે યાદગાર બનાવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
