તાપી જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા જોગ : વ્યારાના ૯ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

Contact News Publisher

પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલા પ્રવશેપત્ર સાથે રાખવા, કેલક્યુલેટર-મોબાઈલ જેવા ગેઝેટ લઈ જવાની મનાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03. :- તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આવતી કાલે તા. ૦૪ જાન્યુઆરી, ૨૦૨૬ રવિવારના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન કુલ ૦૯ પરીક્ષા કેન્દ્રો ખાતે રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ ૩ ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. જેને કેન્દ્રમાં રાખીને અધિક કો-ઓર્ડિનેટર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા મળેલ જાણકારી મુજબ પરીક્ષા કેન્દ્રો ખાતે કેલ્ક્યુલેટર, સેલ્યુલર, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ જેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ તેમજ પરીક્ષામાં ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર તથા હાજરી પત્રક અવશ્ય સાથે લાવવા જણાવાયું છે.

તાપી જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો વ્યારા તાલુકામાં જ છે. વ્યારાની શ્રી.કે.બી.પટેલ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કુલ, જી.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ (યુનિટ-૧), જી.બી.એન્ડ એસ.એ.સાર્વજનિક હાઈસ્કુલ (યુનિટ-૨), શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા, શ્રી ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા, શ્રી કે.બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઈમરી સ્કુલ, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય અને શ્રી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પનિયારી ખાતે સવારે ૧૧-૦૦થી બપોરે ૧-૦૦ કલાક દરમિયાન પરીક્ષા યોજાશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *