ઓલપાડનાં કમરોલી ગામનાં એસ.ટી. કર્મી નરેશ પટેલનો નિવૃત્તિ શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સુરત વિભાગનાં ઓલપાડ ડેપોમાં છેલ્લાં ૨૪ વર્ષથી એસ.ટી. ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં ઓલપાડ તાલુકાનાં કમરોલી ગામનાં વતની નરેશભાઈ જમુભાઈ પટેલ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ શુભેચ્છા વિદાય સમારંભ અત્રેનાં ઓલપાડ એસ.ટી. ડેપો ખાતે યોજવામાં આવ્યો હતો. ઓલપાડ એસ.ટી. ડેપો ખાતે યોજાયેલ આ સમારંભમાં ઓલપાડ ડેપોનાં કંડકટર, ડ્રાઈવર, ટ્રાફિક કંટ્રોલર મિત્રો, વર્કશોપ કર્મચારીઓ તથા અન્ય ઓફિસ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ઉપસ્થિત સહકર્મીજનોએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં એસ.ટી. વિભાગમાં નરેશભાઈની ૨૪ વર્ષની નિઃસ્વાર્થ અવિરત સેવાને બિરદાવીને તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમનાં સ્નેહીમિત્ર પંકજભાઈ છગનભાઈ પટેલ (કંડક્ટર બેઝ નં. ૯૦૩ ગામ-મંદરોઈ) સહિતનાં અન્ય કર્મચારીગણે તેમની સરાહનીય કામગીરીને બિરદાવીને તેમનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યું હતું. અંતમાં પોતાનાં પ્રતિભાવમાં નરેશભાઈએ પોતાનાં કાર્યકાળને વાગોળી ડેપો મેનેજર સહિત સૌ સહકર્મી મિત્રો તથા શુભેચ્છકોનો ભાવવિભોર ચહેરે ૠણ સ્વીકાર કર્યો હતો. અંતમાં તેમણે આગામી દિવસોમાં ગુજરાત એસ.ટી. નવી ઊંચાઈઓ સર કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *