રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિતિબેન ગામીતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૨. :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રિતિબેન ગામીતે શુક્રવારે સોનગઢ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ સોનગઢ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.

આ તકે ડો. જયરામભાઈ ગામીતે, તાલુકામાં અમલી વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસકાર્યોમાં ગુણવત્તાના ધોરણો જળવાય તે સુનિશ્ચિત કરવા મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.

મંત્રીશ્રીએ, પ્રગતિ હેઠળના કામોને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે રજૂ થયેલા પ્રશ્નો અને પ્રજાની જરૂરિયાતોને ધ્યાને રાખીને નવા આયોજનો ઘડવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

બેઠકમાં સોનગઢ તાલુકાના ૧૫ ટકા વિવેકાધિન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે કુલ રૂ. ૧.૫૦ કરોડના વિકાસકામોનું આયોજન કરવામા આવ્યું હતું.

આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પિયુષભાઈ ગામીત તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *