ઓલપાડની ભગવા પ્રાથમિક શાળાઓનાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળાનાં બાળકોએ નજીકનાં દરિયાકાંઠે કુદરતી સ્ફૂર્તિદાયક વાતાવરણમાં ઉલ્લાસભેર પિકનિકની મોજ માણી હતી. આગોતરા આયોજન મુજબ સદર શાળાનાં મુખ્યશિક્ષક જયેશ વ્યાસનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ દરિયાકાંઠે મીઠાનાં ઉત્પાદન, ઝીંગા ઉછેર તથા મેનગૃવ રોપણી અંગે સંપૂર્ણ માહિતી મેળવી હતી.

આ સાથે તમામ બાળકોએ નજીકનાં મનસાપૂર્ણ હનુમાનજી મંદિર તથા હાઝીપીર દરગાહનાં પટાંગણમાં શાળાનાં ઉપશિક્ષક ગિરીશ પટેલ દ્વારા રમાડવામાં આવેલ અવનવી રમતોનો ભરપૂર આનંદ માણ્યો હતો. અંતમાં સૌ ગ્રામ્ય બાળકોએ શહેરી નાસ્તાનો ભરપૂર આસ્વાદ લીધો હતો. આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ બાળકોનાં આનંદમાં સહભાગી બન્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *