સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા ત્રિદિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “માછલી અને ઝીંગામાં રોગોની ઓળખ અને જળચર ઉછેરની ઉત્પાદકતા વધારવા માટે નિયંત્રણ અંગે જાગૃતિ કાર્યક્રમ” અંતર્ગત ત્રણ દિવસીય કાર્યશાળાનું આયોજન (Awareness Programme on Fish and Shrimp Disease Identification and Control Measure for Enhancing Aquacultural Productivity)
સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા “માછલી અને ઝીંગામાં થતાં રોગોની ઓળખ અને જળચર ઉછેરની ઉત્પાદકતા વધારવા માટે તેમનું નિયંત્રણ અંગે જાગૃતિ કાર્યક્રમ” તારીખ ૨૯-૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્વામીનારાયણ મંદિર ઉકાઈના મહંત સ્વામી દેવરત્નજી મહારાજ અને સ્વામી યોગેશજી મહારાજ સાથે અતિથિ વિશેષશ્રી તરીકે ડૉ. કે. એચ. વાઢેર, આચાર્યશ્રી, મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, કાયુ, નવસારી તેમજ વિષય તજજ્ઞો તરીકે ડૉ. કુંદનકુમાર, વરિષ્ઠ વૈજ્ઞાનાનીક, ડિપાર્ટમેન્ટ ઓફ એકવેટિક ઈન્વાયર્મેન્ટ એન્ડ હેલ્થ મેનેજમેન્ટ, ICAR-CIFE, મુંબઈ તેમજ ડો. સૌરવકુમાર, ICAR-CIFE, મુંબઈ અને ડૉ. એચ. જી. સોલંકી, વડા, મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, કાયુ, હિંમતનગર ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં આવનાર ત્રણ દિવસમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ તજજ્ઞો ઉપસ્થિત અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને મત્સ્યપાલકોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ આયોજન પાછળનો મુખ્ય ઉદેશ જળચર ઉછેર કરતાં સમયે થનાર રોગોની ઓળખાણ સાથે તાત્કાલિક સારવાર અને એનાથી થનાર નુક્શાનને અટકાવ સાથે સાથે ખેડૂતોને આવકમાં વધારો થાય આ દ્રષ્ટિએ મહત્વનું છે. ઉપરોક્ત કાર્યક્રમમાં કુલ ૬૫ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે આ વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહેલ છે. આ કાર્યક્રમનું આયોજન કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. પી. એચ. ટાંક અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. જે. એસ. પટેલના માર્ગદર્શનથી કરવામાં આવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
