અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ એકેડમીનાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ એકેડેમી સીબીએસસીનો વાર્ષિકોત્સવ શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અતિથિ વિશેષ તરીકે રાજ્ય, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક વિજેતા અને સામાજિક કાર્યકર ગજેન્દ્ર પટેલ, યુપીએલ યુનિવર્સિટીનાં ડીન ડો. સ્નેહલ લોખંડવાલા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘સંસ્કૃતિ સે આધુનિકતા તક’ની થીમ પર આયોજિત સાંસ્કૃતિક કૃતિઓની વિદ્યાર્થીઓએ સુંદર રજૂઆત કરી હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ ગજેન્દ્ર પટેલ તથા સ્નેહલ લોખંડવાલાએ વિદ્યાર્થીઓને સુંદર કૃતિઓ પ્રસ્તુત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમની શોભાને અભિવૃધ્ધ કરવા અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટનાં સેક્રેટરી ડો. મહેન્દ્ર પંચાલ, મીનાક્ષી ભારદ્વાજ, મિલેન્દ્ર કેસરોલા, પ્રિન્સિપાલ રચના શેઠ, બિનુ મલિક, ભાનુભાઈ પટેલ, બ્રહ્માકુમારીઝનાં નીમા દીદી, પારુલ દીદી સહિત સંસ્થાનાં શિક્ષકો, વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
