અગાસવાણ કેલીયા ફળીયા રોડનું રૂ.૩૩.૦૦ લાખના ખર્ચે નવીનીકરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના અગાસવાણ કેલીયા ફળીયાને જોડતા રસ્તા માટે લોકોની લાંબા સમયની માંગણી ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ તાપીની પેટા વિભાગીય કચેરી સોનગઢ દ્વારા રાજય સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૩-૨૪ હેઠળ મંજુર થયેલ રકમ રૂ. ૩૩.૦૦ લાખના ખર્ચે ૧.૦૦ કિ.મી. રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે.
આ રસ્તાથી આશરે ૨૧૧૨ વસ્તીને સોનગઢ તાલુકા મથક તથા મુખ્ય જિલ્લા માર્ગ સાથેના જોડાણથી લાભ મળશે. તેમજ ગામના લોકોની સુવિધામાં વધારો થશે. આ રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ થતા સ્થાનિક ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે જેનાથી આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. વિધાર્થીઓ અને દર્દીઓને શાળાઓ તથા હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. આ કામો દ્વારા નાગરિકોને સલામત, સરળ અને આરામદાયક અને પ્રાદેશિક કનેકિટવિટી સુવિધામાં વધારો થશે. આ રસ્તોઓ ડામરકામ થવાથી ગામના વિધ્યાર્થીઓ, ખેડુતો, ગ્રામજનોને પડતી મુશ્કેલીમાંથી ખુબ જ રાહત થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
