વ્યારા ખાતે બારડોલી સંસદીય ક્ષેત્રના ‘સાંસદ ખેલ મહોત્સવ’નું ભવ્ય સમાપન

Contact News Publisher

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ગ્રામીણ ખેલાડીઓને પણ શ્રેષ્ઠ મંચ મળ્યું છે – સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા

—  

સ્પર્ધામાં ખોખો, કબડ્ડી, રસ્સાખેંચ અને વોલીબોલ સહિતની રમતો યોજાઈ

ખેલો ઈન્ડિયાની ગોલ્ડ મેડલિસ્ટ ધ્રુવી પંચાલે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫ :- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ‘સાંસદ ખેલ મહોત્સવ’ અંતર્ગત વ્યારાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત બારડોલી સંસદીય ક્ષેત્ર કક્ષાની સ્પર્ધાના સમાપન સમારોહમાં રમતવીરો અને રમતપ્રેમીઓને સંબોધતા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ છેવાડાના ગ્રામ્ય સ્તરનો ખેલાડી પણ તંદુરસ્ત રહે અને રમતગમત પ્રત્યે રુચિ કેળવે તેવા આશય સાથે આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા માત્ર રમત નથી, પરંતુ પ્રતિભાશાળી ખેલાડીઓને શોધવા અને તેમને મંચ પુરુ પાડવા માટે છે.

નોંધનીય છે કે, રાજસ્થાન ખાતે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૫ માં ૧૦ મીટર એર રાઈફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધી તાપી જિલ્લાના ગૌરવમાં એક વધુ સુવર્ણ પાનું ઉમેરતી વ્યારાની ધ્રુવી પંચાલે પણ પોતાની આ સિધ્ધી અને મોટા સ્ટેજ પર આત્મવિશ્વાસ અને નિયંત્રણ રાખવા સહિત તમામ બાબતો અંગે પોતાના અનુભવો રમતપ્રેમીઓ અને રમતવીરો સમક્ષ રજૂ કર્યા હતા.

આ તકે સમાપન સમારોહમાં ઉપસ્થિત તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહીત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ રમતનાં કોચ,ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રમત-ગમતમાં પ્રોત્સાહિત કરતા પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.

આયોજિત રમત સ્પર્ધાઓમાં બહેનોની ૧૬ ટીમ ખો-ખોની, ભાઈઓની ૧૩ ટીમ કબડ્ડી, રસ્સાખેંચમાં બહેનોની ૧૪ ટીમ તેમજ શૂટિંગ વોલીબોલ અને પેરા સિટિંગ વોલીબોલ જેવી વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ટીમો અને ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે,સમગ્ર ગુજરાતમાં ૨૧ નવેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી આયોજિત આ સાંસદ ખેલ મહોત્સવ દ્વારા સ્થાનિક પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *