સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઈન્ટરકાસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝળહળતો દેખાવ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને હાલ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની વડોલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં પરેશભાઈ પટેલનો સુપુત્ર પ્રિન્સ પટેલ હોનહાર ક્રિકેટર તરીકે ઉભરી રહ્યો છે. માંગરોલ તાલુકાનાં લીમોદરા ગામનાં મૂળ વતની અને હાલ સાયણ ટાઉન ખાતે રહેતાં આ યુવા ક્રિકેટર છેલ્લાં ચાર વર્ષથી ઈંગ્લેન્ડ ખાતે સાવિલ સ્ટાર સી.સી. ક્લબ વતી તેમજ ઘરેલુ ટુર્નામેન્ટમાં કાઠુ કાઢી રહ્યો છે.

પોતાનાં કાંડાનું કૌવત દેખાડી ક્રિકેટ ક્ષેત્રે એક ઉભરતાં ખેલાડીની ખેલાડીની છાપ ઉભી કરનાર આ ફાંકડા ખેલાડીએ તાજેતરમાં બારડોલી બ્લાસ્ટર આયોજીત ઈન્ટરકાસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૪૭.૫૪ ની સ્ટ્રાઈક રેટથી ૨૭૦ રન બનાવી બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ હાંસલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પટેલે સદર ટુર્નામેન્ટમાં પ્રજાપતિ ઈલેવન સામેની લીગ મેચમાં ૩૬ બોલમાં ૯૯ રનની ઈનિંગ રમી દર્શકોને પ્રભાવિત કર્યા હતાં. પ્રિન્સ પટેલની આ તોફાની બેટિંગને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. ક્રિકેટ ક્ષેત્રે ઉભરતાં આ ખેલાડીની ઉત્તરોત્તર પ્રગતિ માટે માંગરોલ તથા ઓલપાડ પંથકનાં ક્રિકેટપ્રેમીઓ તથા શિક્ષકગણે તેને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *