વ્યારાના ડોલારા ગામના સોનલબેન ગામીત બન્યા ‘નમો ડ્રોન દીદી

Contact News Publisher

આધુનિક ખેતી તરફ મક્કમ ડગલાં: સોનલબેને ડ્રોન પાયલટની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ :- ભારત સરકારના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગ્રામીણ મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલારા ગામના એક સામાન્ય ગૃહિણી અને પ્રગતિશીલ મહિલા, શ્રીમતી સોનલબેન ગામીતે વડાપ્રધાનશ્રીની ‘નમો ડ્રોન દીદી’ યોજના અંતર્ગત ડ્રોન પાયલટની તાલીમ પૂર્ણ કરી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ડોલારાની શ્રીમતી ગામીતે સાબિત કર્યું કે, મહિલાઓને તક મળે તો તેઓ ટેક્નોલોજી ક્ષેત્રમાં પણ પાછળ નથી. ગ્રામીણ મહિલાથી ‘ડ્રોન પાયલટ’ સુધીની સફર સર કરતી સોનલબેને જણાવ્યું કે, દવા-ખાતરના છંટકાવ માટે માનવ બળ અને નાણાકીય ખર્ચ ભારે પડે છે. વધુમાં યોગ્ય પ્રમાણમાં છંટકાવ થતો નથી. આ ટેક્નોલોજીથી ખેતી વધુ આધુનિક બની છે. મેં પણ ડ્રોન ઓપરેટ કરવાની વિશેષ તાલીમ લીધી છે.

સોનલબેન જણાવે છે કે, ડ્રોન તાલીમ લીધા બાદ હવે હું ગણતરીની મિનિટોમાં ખેતરમાં દવાનો છંટકાવ કરી શકું છું. મને ગર્વ છે કે હું ડ્રોન દીદી બનીને મારા પરિવારને આર્થિક ટેકો આપવાની સાથે ગામના ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકીશ.

નોંધનીય છે કે, વર્ષ-૨૦૨૪ માં તાલીમ મેળવનાર ડ્રોન દીદી સોનલબેન ખેડૂતોને મદદરૂપ પણ થશે અને તેમાંથી આર્થિક ઉપાર્જન પણ કરશે. કેન્દ્ર સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સ્વ-સહાય જૂથોને સશક્ત કરવાનો અને કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો વ્યાપ વધારવાનો છે.

આ વર્ષે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦ મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે તેમના સુશાસનનું મંત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ચરિતાર્થ થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી ગરીબ-મધ્યમવર્ગીય કુટુંબ, યુવાનો, ખેડૂતોની સાથે મહિલાઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરીને વિકસિત ભારત તરફ પ્રયાણ કર્યું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *