વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે યુવા પેઢી મજબૂત આધારસ્તંભ – રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

0
IMG-20251219-WA0014
Contact News Publisher

૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે અનુરોધ કરતાં મંત્રીશ્રી ગામીત

સોનગઢ કોલેજમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. : રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત શુક્રવારે સોનગઢ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ હેઠળ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૦૪૭ ના વિકસિત ભારતની પરિકલ્પનાને વહેલી તકે સાકાર કરવા માટે યુવા પેઢી મજબૂત આધારસ્તંભ છે. આપણે બધા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો દેશના અર્થતંત્રને વેગ મળશે. બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને દેશને વિકસિત ભારત તરફ આગળ વધારીશું.

રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગાંધીજીએ પણ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે આહ્વાન કર્યું છે, તેનો આશય દેશને આર્થિક રીતે મજબૂત બનાવી આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે.

કાર્યક્રમના અંતે મહાનુભાવોએ ઉપસ્થિતો તેમજ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સામૂહિક સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ તકે, કોલેજના આચાર્યશ્રી રાજેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું.

સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ. મીતાબેન પટેલ, કોમર્સ કોલેજના આધ્યાપિકાશ્રી પ્રતિમાબેન ગામીત સહિત કોલેજના વિવિધ ફેકલટીના આધ્યાપકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other