પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર હોય પત્નીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

181

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાંથી એક પીડીત બહેને 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે તેમના પતિનું અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી પતિને સમજાવવા મદદ લીધી હતી. વ્યારા વિસ્તારમાંથી પીડિત મહિલાએ 181 ની ટીમને ફોન કરીને જણાવેલ કે તેમના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ છે. જે અંગે પત્નીને જાણ થતા પત્નીએ પતિને કહેવા જતા તેની સાથે મારઝૂડ કરતા હોય, પરિણિતાનું લગ્ન જીવન તૂટવાને આરે હોય જેથી પરિણીતાએ 181 પાસે મદદ માંગી.

181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ટીમ સ્થળ પર પહોંચી પરણિતા અને પતિને મળી કાઉન્સિલિંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવ્યું.

મળતી માહિતી મુજબ પરણિતા જણાવે છે. કે તેઓએ તેમના પતિ સાથે સમાજના રિતરિવાજ મુજબ લગ્ન કરેલ છે. લગ્નના ચઉદ વર્ષ થયેલ છે. સંતાનમાં બે બાળક છે. તેમનો પતિ ખેતીકામ કરે છે. પીડીત બહેન ઘરકામ કરે છે. તેમના લગ્ન જીવન દરમિયાન તેમના પતિ ગામની એક પરણિત મહિલા સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. જેથી પીડિત બહેનના પતિ દરરોજના નાની નાની બાબતે ઝગડો કરે છે. તેમજ ઘરમાં ગુજરાન ચલાવવા માટે પૈસા આપતા ન હતા. અને મહિલા સાથે ફોન પર તથા મેસેજ પર વાતો કરતા રહે છે‌. રાત્રે મોડેથી ઘરે આવે છે. આજ રોજ પીડતાએ પતિને બીજી મહિલા સાથે ફોન પર વાતચીત કરતાં સાંભળી જતાં જે અંગે પીડિત મહિલા તેમના પતિને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમના પતિએ પીડિત બેન સાથે લડાઇ ઝઘડો કરી અપશબ્દો બોલી ગાળા-ગાળી કરી હતી. જેથી પરણિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માંગતા તાપી અભયમ ટીમ દ્વારા પતિ પત્નીનું કાઉન્સિલિંગ કરીને સમજાવેલ અને બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર પડી શકે છે. જે બાબતે સમજાવી અને કાયદાકીય સમજ આપતા પીડિતાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી તેઓ પોતાના ઘર સંસારમાં ધ્યાન આપશે અને એક બીજાના સંપર્કમાં રહેશે નહીં તેની લેખિત બાહેધરી આપી તેમજ પતિ ઘર ચલાવવા રૂપિયા આપશે અને બાળકો સાથે સારી રીતે ગુજરાન ચલાવશે જેની બાંહેધરી આપતા સ્થળ પર બંને પક્ષનું સમાધાન કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *