વ્યારા ટીચકપુરા બાયપાસ હાઇવે ઉપરથી ક્રેટા કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો..ઇ.શ્રી, જે.બી. આહીર, સાયબર પો.સ્ટે, તાપી તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોર્ડ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઈ. બીપીનભાઈ રમેશભાઇ તથા હે.કો. લેબજીભાઇ પરબતજીને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે “ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલ નં.GJ-08-CC-5529 નીમાં ઇગ્લીશદારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવે છે.” જે બાતમી આધારે વોચ પેટ્રોલીંગમાં હતા અને વાહન બાબતે ખાનગી બાતમીદારોને જાણ કરતા દરમ્યાન ખાનગી માણસો દ્વારા માહીતી મળેલ કે, વ્યારા ટીચકપુરા બાયપાસ હાઇવે રોડ ઉપર પહોચતા એટલામાં બાતામી હકીકત વાળી કાર પાસ થતા તેનો પીછો કરતા ક્રેટા ગાડીના ચાલકે કાર ઉભી રાખેલ નહી અને પુરઝડપે હંકારી આગળ સર્વીસ રોડ ઉપર થોડે દુર ગાડી મુકી ક્રેટા કારમાંથી એક ઇસમ ઉતરી નાસી ગયેલ હોય જેથી નાશી જનાર આરોપીએ પોતાના કબજાની હ્યુડાઇ કંપનીની ક્રેટા કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-08-CC-5529ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની બાટલી નંગ-૧૯૨૦, (કુલ ૩૪૫.૬૦૦ લીટર), કુલ કિંમત રૂ. ૫,૮૮,૦૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ મળી કુલ્લે ૧૩,૮૮,૦૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી નાશી જનાર ક્રેટા ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

(૧) એક હુન્ડાઇ કંપનીની ક્રેટા કાર નંબર GJ-08-CC-5529 ના ચાલક જેના પુરા નામ સરનામાની ખબર નથી.

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂની બાટલી/ટીન કુલ નંગ-૧૯૨૦, કુલ કિંમત રૂા ૫,૮૮,૦૦૦/-

(૨) હ્યુંડાઇ કંપનીની ક્રેટા કાર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-08-CC-5529ની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- કુલ્લે રૂ. ૧૩,૮૮,૦૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહીર સાયબર પો.સ્ટે તાપી વ્યારાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઇ તથા હે.કો. લેબજીભાઇ પરબતજી તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ તથા અરૂણભાઇ જાલમસિંગભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *