રામદેવ હોટલ ઉપર પાર્ક કરેલ ટ્રકમાંથી ડીઝલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અનડીટેક્ટ ગુનાઓએ શોધી કાઢવા તપાસ તજવીજ ચાલુ હતી અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ અધિકારી તથા તમામ પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકી તજવીજમા હતા અને હાલમાં તાજેતરમાં કાકરાપાર પોલીસ સ્ટેશન માં હોટલ ઉપરથી ડિઝલ ચોરીનો ગુનો નોંધાયેલ હતો અને તે ગુનાના કામે તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે કટાસવાણ ગામની સીમમાં આવેલ રામદેવ હોટલના પાર્કીંગમાં પાર્ક કરેલ બે ટ્રેલરમાંથી કોઇ ચોર ઇસમોએ આશરે ૪૧૦ લીટર ડીઝલની ચોરી કરી નાશી ગયેલ હોય જે ગુનો અનડીટેક્ટ હોય જેની તપાસ અર્થે પેટ્રોલિંગમાં હતા, દરમ્યાન એલ.સી.બી. શાખાના હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આ ગુનાના કામે અગાઉ ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી-અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત રહે.ઇન્દુ ગામ ઇન્દીરા કોલોની ફળીયુ તા.વ્યારા જી.તાપી સંડોવાયેલ છે તેવી ચોક્કસ બાતમી આધારે અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામીતને શોધી કાઢી પકડી પાડી તેની ઉપરોકત ગુનાના કામે પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી તેણે આ ડીઝલ ચોરી તેની સાથેના સાવન અરવિંદભાઇ ગામીત રહે.વાસકુઇ તા.વ્યારા જી.તાપીની સાથે મળીને કરેલ હોવાનું જણાવતા બીજો સાવન અરવિંદભાઇ ગામીત ઉ.વ.૨૫ રહે.વાસકુંઇ ગલા ફળીયુ તા.વ્યારા જી.તાપીને પણ શોધી કાઢી પકડી પાડી બન્ને પાસેથી ચોરીમાં ગયેલ ડીઝલ ૪૦૦ લીટર, કિ.રૂ. ૩૬,૦૦૦/- તથા ગુન્હામાં વપરાયેલ અલ્ટો કાર નં. GJ-26-AB-9823 કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૧,૮૬,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત વણશોધાયેલ ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી ઉપરોક્ત બન્ને આરોપીઓને આગળની કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) અશ્વીન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત રહે.ઇન્દુ ગામ ઇન્દીરા કોલોની ફળીયુ તા.વ્યારા જી.તાપી

(૨) સાવન અરવિંદભાઇ ગામીત રહે.વાસકુઇ તા.વ્યારા જી.તાપી

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ડીઝલ ૪૦૦ લીટર, કિ.રૂ. ૩૬,૦૦૦/-

(૨) ગુન્હામાં વપરાયેલ અલ્ટો કાર નં. GJ-26-AB-9823 કિ.રૂ.૧,૫૦,૦૦૦/- કુલ્લે રૂ. ૧,૮૬,૦૦0/-

શોધાયેલ ગુનાઓ :-

(૧) કાકરાપાર પોલીસ સ્ટેશન માં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૩૨૫૦૮૫૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૦૩(૨) મુજબ

ગુનાનો એમ.ઓ :-

રાત્રિ દરમ્યાન નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલો ઉપર ઉભી રહેલ ટ્રકો/ટેમ્પોમાંથી ડીઝલ ચોરી કરવાનો

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી તથા પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ,  પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ, પો.કો. રોનક સ્ટીવન્સ, ડ્રા.એ.એસ.આઇ.કિરણભાઇ વેચીયાભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *