ઉચ્છલમાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન’ યોજાશે

Contact News Publisher

સુમુલ ડેરી શિત કેન્દ્ર સંકુલ ખાતે ૧૯મીએ સવારે ૧૦:૩૦ કલાકે પરિસંવાદ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૮.:- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં જિલ્લાકક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શન’ રમત-ગમત, પ્રવાસન અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે ઉચ્છલ સ્થિત સુમુલ ડેરી શિત કેન્દ્ર સંકુલ ખાતે યોજાશે. આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.

આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ‘ઝેરમુક્ત ખેતી’ અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અંગે ખેડૂતોને તકનીકી માર્ગદર્શન આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વશ્રીઓ, તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગ, સહિતના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો-ખેડૂતો ઉપસ્થિત રહેશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *