કરિયાણાની દુકાનથી દૈનિક રૂ. ૨૦૦૦ અને માસિક રૂ. ૬૦ હજારની કમાણી
મહિલા સ્વાવલંબન યોજનામાય, માન બેન લાખ રૂપિયા સહાય મીળી, સરકારા ખુબ ખુબ આભાર – રૂસનાબેન ગામીત
—
સરકારનો સાથ અને મક્કમ મનોબળથી પરિવારની આર્થિક કરોડરજ્જુ બનતી રૂસનાબેન
—
‘મહિલા સ્વાવલંબન યોજના’ થી સિલેટવેલના લાભાર્થીના સપનાઓને મળી પાંખો
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની રૂસનાબેન ગામીતે સાબિત કરી બતાવ્યું કે, આજના સમયમાં મહિલા માત્ર ઘરની ચાર દિવાલો સુધી સીમિત રહી નથી. જો મનોબળ મક્કમ હોય અને સરકારનો સાથ મળે, તો પ્રગતિના દ્વાર જરૂર ખુલે છે. આર્થિક આઝાદીની દિશામાં તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓ પણ હવે પાછળ નથી. સોનગઢ તાલુકાના સિલેટવેલ ગામની રૂસનાબેન ગામીત મહિલા સ્વાવલંબનનું જીવંત ઉદાહરણ છે.
લાભાર્થીશ્રી રૂસનાબેન ગામીતે જણાવ્યું કે, ગૃહિણી તરીકે ઘરકામમાં વ્યસ્ત હોવા છતાં મને મનમાં હંમેશા કંઈક કરવા અને આત્મનિર્ભર બનવાની ભાવના હતી. આ દરમિયાન સરકારી અધિકારીઓના માર્ગદર્શનથી તેમને ‘મહિલા સ્વાવલંબન યોજના’ અંગે જાણકારી મળી હતી. વહીવટી તંત્રના સહયોગથી મને રૂ. ૨ લાખની લોન મંજૂર થઈ હતી. આ સાથે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક મને ૩૫ ટકા લેખે રૂ. ૭૦,૦૦૦ ની સબસિડી પ્રાપ્ત થઈ હતી.
વધુમાં ઉમેર્યું કે, વહીવટી તંત્રના સહયોગથી મેં પોતાના ગામમાં જ એક નાનકડી કરિયાણાની દુકાન શરૂ કરી છે. આજે મને દરરોજની રૂ. ૧૫૦૦ થી ૨૦૦૦ ની આવક થઈ રહી છે. આ યોજના થકી હું માત્ર પોતે જ આત્મનિર્ભર નથી બની, પરંતુ મારા પરિવારને આર્થિક ટેકો આપવામાં પણ સક્ષમ બની છું.
નોંધનીય છે કે, માસિક રૂ. ૬૦ હજારથી વધુની આવક મેળવતી રૂસનાબેન આજે પોતાના પરિવારની આર્થિક કરોડરજ્જુ બની છે. આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને ખૂબ જ ઓછા વ્યાજે અથવા સબસિડી સાથે લોન પૂરી પાડે છે. જેનાથી મહિલાઓ સિલાઈ કામ, બ્યુટી પાર્લર કે કરિયાણાની દુકાન જેવા નાના-મોટા વ્યવસાયો શરૂ કરી શકે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
