MY BHARAT TAPI દ્વારા મગરકૂઈ ખાતે બ્લોક લેવલ સ્પોર્ટસ ડે યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારમાં યુવા કાર્યક્રમ વિભાગ સંચાલિત MY BHARAT TAPI દ્વારા શ્રી સોમોલાય હનુમાન વિદ્યાવિહાર, મગરકૂઈ ખાતે MY BHARAT TAPI દ્વારા બ્લોક લેવલ સ્પોર્ટ્સ યોજાયો હતો. જેમાં ૧૭૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. બ્લોક લેવલ સ્પોર્ટસમાં ભાઈઓ માટે કબડ્ડી, ૧૦૦મી દોડ અને લાંબીકૂદ તેમજ બહેનો માટે ખો-ખો, ૧૦૦મી દોડ અને લાંબીકૂદ સ્પર્ધા યોજાઈ હતી. જેનું ઉદ્દઘાટન શાળાના ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ તરસાડીયાએ કર્યું હતું.
100મી દોડ બહેનોમાં પ્રથમ ક્રમે ભીલ શક્યમ, બીજા ક્રમે રિપકા, 100મી ભાઈઓમાં પ્રથમ ક્રમે પ્રધાન એહેમ, બીજા ક્રમે પટેલ માયન, લાંબીકુદ બહેનોમાં પ્રથમ ક્રમે ગામીત પ્રાચી, બીજા ક્રમે ભીલ મરિયમ, લાંબીકુદ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે પટેલ પ્રતિક, બીજા ક્રમે પટેલ કૃતિક તથા ખો-ખો સ્પર્ધામાં માઁ શિવદુતી સ્કૂલની બહેનો વિજેતા થયેલ અને કબડ્ડીમાં શ્રી સોમલાય વિદ્યા વિહારના ભાઈઓ વિજેતા થયેલ હતા.
બ્લોક લેવલ સ્પોર્ટસમાં વિજેતા થયેલ સ્પર્ધકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. My Bharat નાં બ્લોક યુથ કો-ઓર્ડિનેટર અને રાષ્ટ્રીય યુવાકર્મી વરુણસિંહ રાજપૂત અને My Bharat નાં નાયબ નિયામક શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ થયું હતું. શાળાના આચાર્ય શ્રી નેહલબેન એ કાર્યક્રમને સફર બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *