વાહન ચોરીના છ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના દહીવેલ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશનના વાહન ચોરીનાં છ ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા તપાસ તજવીજ ચાલુ હતી. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઈ સ્ટીવનસનને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, આ ગુનાના નહી પકડાયેલ વોન્ટેડ આરોપી ક્રિષ્ના રઘુનાથ ગાંગુર્ડે રહે.રહે. સાવરપાડા તા.સાક્રી જી.ધુલીયા (મહારાષ્ટ્ર)નનો હાલમાં દહીવેલ (મહા.) ખાતે છે. તેવી બાતમી હકીકત મળતા આ કામે ટેકનિકલ ટીમની મદદથી તેમજ હ્યુમન શોર્શથી જરૂરી તપાસ કરતા આ બાતમી હકીકત સાચી હોય જેથી પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ- ફર્લો સ્કોર્ડ, તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની ટીમ ખાનગી વાહનોમાં આ આરોપીની તપાસ અર્થે દહીવલ મહારાષ્ટ્ર રાજ્ય ખાતે જઇ તપાસ કરતા આ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના દહીવેલ ખાતેથી મળી આવતા પકડાયેલ આરોપી-ક્રિષ્ના રઘુનાથ ગાંગુર્ડે ઉ.વ.૨૪ રહે.રહે.સાવરપાડા તા.સાકી જી.ધુલીયા (મહારાષ્ટ્ર) ને પકડી પાડી પકડાયેલ આરોપીઓને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સને ૨૦૨૪ માં વ્યારા ટાઉન વિસ્તારમા રાત્રી દરમ્યાન આવી જુદી જુદી જગ્યાએથી મોટર સાઇકલોની ચોરી કરેલાની કબુલાત કરતો હોય અને વ્યારા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના છ ગુનાઓમાં નાસતો ફરતો વોન્ટેડ હોવાનું કબુલાત હોય, પકડાયેલ આરોપીને તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) ક્રિષ્ના રઘુનાથ ગાંગુર્ડે ઉ.વ.૨૪ રહે.રહે.સાવરપાડા તા.સાકી જી.ધુલીયા (મહારાષ્ટ્ર)
ગુનાઓમાં વોન્ટેડ :-
(૧) વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૮૨૮/૨૦૨૪ ઇ.પીકો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ
(૨) વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૮૩૯/૨૦૨૪ ઇ.પીકો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ
(૩) વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૦૯૬૪/૨૦૨૪ ઇ.પીકો. કલમ ૩૭૯,૧૧૪ મુજબ
(૪) વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૦૯૭૧/૨૦૨૪ ઇ.પીકો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ
(૫) વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૦૯૭૨/૨૦૨૪ ઇ.પીકો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ
(૬) વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૧૦૦૭/૨૦૨૪ ઇ.પીકો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ
ગુનાનો એમ.ઓ :-
રાત્રી દરમ્યાન આવી જુદી જુદી જગ્યાએથી મોટર સાઇકલોની ચોરી કરવાનો
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ, પો.સ.ઇ.શ્રી. એન.એસ. વસાવા, પેરોલફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પો.કો. રોનકભાઇ સ્ટીવનસન તથા પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ તથા પો.કો. રવિન્દ્રભાઇ મહેંદ્રભાઇ તમામ નોકરી એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબર નોકરી પેરોલ ફર્લો સ્કોડ તાપી નાઓએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
