લુંટ કરનાર ટોળકીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૩/૧૨/૨૦૨૫ના રોજ વહેલી સવારનાં કલાક: ૦૪/૩૫ વાગ્યાના સુમારે ફુલવાડી ગામે આશ્રમ શાળાની સામે સ્ટેટ હાઇવે નંબર- ૧૯૮ રોડ ઉપર કોઇ ચાર અજાણ્યા ઇસમો જેના નામઠામની ખબર નથી. જેઓ સફેદ કલરની એક્સયુવી ગાડી નંબર-MH-02-CP-2868 ની લઇ આવી, ફરીયાદી-શ્રાવણભાઇ પ્રકાશભાઇ શીરસાટ રહેવાસી-સારા તા.સાક્રી જી.ધુલીયા (મહારાષ્ટ્ર) ના કબજાની ફોર વ્હીલ સ્કોડા ગાડી નંબર- MH-43-V-6965 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ની અગળ ઉભી રાખી, ફરીયાદીને પોલીસ હોવાનુ જણાવી, ફરીયાદીને ગાડીમાંથી નીચે ઉતરવાનુ જણાવતા, ફરીયાદી તથા રાકેશભાઇ ગાડીમાંથી નીચે ઉતરતા, આરોપીઓએ ગાડીની ચાવી માંગતા, ફરીયાદીએ ગાડીની ચાવી આપવા ના પાડતા, આરોપીએ ફરીયાદીને છરો બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી સ્કોડા ગાડીની ચાવી માંગી લઇ, સ્કોડા ગાડી ચાલુ કરી ગાડીમાં ભરેલ કરીયાણાનો જથ્થા બંધ માલ કિ.રૂ.૭૬, ૦૦૦/- સાથે મળી કુલે કિ.રૂ.૫, ૭૬૦૦૦/- (પાંચ લાખ સોતેર હજાર) ની લુંટ કરી નાશી ગયેલ હોવાનો ગુનો આચરેલ હોય, જેઓના વિરૂધ્ધમાં કુકરમુંડા પો.સ્ટે.મા ગુનો દાખલ કરાવામાં આવેલ હતો.

આ ગુનાની સઘન તપાસ કરતા ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળતા સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નં (૧) રેહાનશેખ યુસુફશેખ ઉ.વ.૨૦ રહે. દેવીકા મોહલ્લા દાનિષ્પાર્ક ઘર નં-૧૩૭ ગલી નં- ૦૩ હિદાયલ કુલ્લા મસ્જીદની પાસે માલેગાંવ તા.માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર)) તથા (૨) મોહમ્મદ નિઝામુદ્દીન s/o અબ્દુલ અજીજ મોમીન ઉ.વ ૨૯ રહે.દેવીકા મોહલ્લા દાનિષપાર્ક ઘરનં-૧૩૭ ગલી નં-૦૩હિદાયલકુલ્લા મસ્જીદની પાસે માલેગાંવ તા.માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર)ને તા. ૧૩/૧૨/૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે તથા આરોપી નં (૩) શેખ જલીલ શેખ ઉસ્માન શેખ ઉ.વ.૨૦ રહે. ગલી નં. ૦૧ ઘર નં. ૧૮ બિસમિલ્લાહ ચૌક આઇશાનગરની પાસે માલેગાંવ તા.માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર) નાઓની તા.૧૩/૧૨/૨૦૨૫ ના ક.૨૧/૪૫ વાગ્યે ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીઓને નામદાર કોર્ટ નિઝર ખાતે રજુ કરતા નામદાર કોર્ટ દ્રારા આરોપીઓના તા.૧૯/૧૨/૨૦૨૫ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર કબજો સોપેલ છે. ઉપરોકત તમામ આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રીકવરી કરવામાં આવેલ છે.

ગુનાના કામે લુંટમાં ગયેલ મુદ્દામાલ અરોપીઓ પાસેથી રીકવર કરેલ છે જેની વિગત:

(૧) કરીયાણાનો જથ્થા બંધમાલ કિ.રૂ.૭૬,૦૦૦/- (૨) સ્કોડા ગાડી નંબર- MH-43-V-6965 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- આરોપીઓ પાસે કબ્જે કરેલ મુદ્દામાલ. (૩) એક્સયુવી ગાડી નંબર-MH-02-CP-2868 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/-. (૪) એક vivo v 27 કંપનીનો મોબાઇલ મળી આવેલ છે.જેનો IMEI No.(1) 864288066379393 તથા (2) 8642880663 79385 કિ.३.૧०,०००/-. (5) એક રીયલમી કંપનીનો Tote 13 Pro+5G મોબાઇલ જેનો IMEI No.(1) 864698060671381 તથા (2) 86469806067 1399નો છે. જેની કિ.રૂ.૧૦,૦૦૦/-  (૬) એક વીવો કમ્પની નો મો. નો IMEI નંબર (1) 866807067958836 જ્યારે (2) 866807067958828 કિ. રૂ.૧૦,૦૦૦/- મુદ્દામાલની કુલ્લ કિ.રૂ.૧૧,૦૬,૦૦૦/-

અરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:

(૧) રેહાનશેખ યુસુશેખ ઉ.વ.૨૦ રહે. દેવીકા મોહલ્લા દાનિષપાર્ક ઘર નં. ૧૩૭ ગલી નં.૦૩ હિદાયલ કુલ્લા મસ્જીદની પાસે માલેગાંવ તા.માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર) ના વિરૂધ્ધમાં રમઝાનપુરા પોલીસ સ્ટેશન તા.માલેગાંવ જી.નાસીક ગુ.૨નં.૨૨/૨૦૨૪, ઇ.પી.કો.કલમ-૩૦૨,૫૦૬(૨), ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ-૩/૨૫, ૫/૨૭ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

(૨) મોહમ્મદ નિઝામુદ્દીન s/o અબ્દુલ અજીજમોમીન ઉ.વ.૨૯ રહે.દેવીકા મોહલ્લા દાનિષપાર્ક ઘર નં. ૧૩૭ ગલી નં.૦૩ હિદાયલ કુલ્લા મસ્જીદની પાસે માલેગાંવ તા.માલેગાંવ જી.નાશિક (મહારાષ્ટ્ર) ના વિરૂધ્ધમાં પવારવાડી પોલીસ સ્ટેશન તા.માલેગાંવ જી.નાસીક(મહારાષ્ટ્ર) સને-૨૦૧૯ના વર્ષમાં ઇ.પી.કો.કલમ-૩૭૬ વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

(૧) શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, કુકરમુંડા પોલીસ સ્ટેશન. (૨) અહે. કોરવિભાઇ હરીયાભાઇ નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન. (૩) આપો.કો. કમલેશભાઇ કિશનભાઇ નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન. (૪) આપો.કો.પ્રશાંતકુમાર કિશોરભાઇ-કુકરમુંડા પોલીસ સ્ટેશન. (૫) આપો.કો. ભરતભાઇ ગજુજીભાઇ નોકરી – કુકરમુંડા પોલીસ સ્ટેશન. (૫) G.R.D. સભ્ય સુનીલભાઇ દિલીપભાઇ વળવી નોકરી – કુકરમુંડા પોલીસ સ્ટેશન. (૬) G.R.D.સભ્ય ઉદેસીંગલક્ષ્મણભાઇ ગાવિત નોકરી – કુકરમુંડા પોલીસ સ્ટેશન.  (8) G.R.D. સભ્ય રાહુલભાઇ ઇશ્વરભાઇ પાડવી નોકરી – કુકરમુંડા પોલીસ સ્ટેશન.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *