ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મંગળવારે મોકડ્રીલ યોજાશે

Contact News Publisher

કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ગર્ગના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. :- આકસ્મિક આપદા સમયે ત્વરિત અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરી શકાય તેવા શુભ આશય સાથે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને જિલ્લા વહીવટી તંત્ર તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મંગળવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મોક એક્સરસાઈઝ યોજવામાં આવશે.

આ મોકડ્રીલના આયોજનના ભાગરૂપે સોમવારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી હતી. ટેબલ ટોપ એક્સરસાઈઝ દરમિયાન આપદા અને તે દરમિયાન પરિસ્થિતિ, એમ્બ્યુલન્સ, ફાયર, પોલીસ સહિત વિવિધ વિભાગોની જવાબદારીઓ, પરસ્પર સંકલન અને સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં તાત્કાલિક રિસ્પોન્સ તેમજ સંચાર વ્યવસ્થા, માનવ સંસાધન તથા સાધનસામગ્રીના અસરકારક ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોકડ્રીલનો મુખ્ય આશય વાસ્તવિક આપદા સમયે ઝડપી અને અસરકારક કામગીરી દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપવાનો છે. આ મોકડ્રીલ છે, જેનાથી કોઈ પણ નાગરિકોએ ડર કે ભય અનુભવવાની જરૂર નથી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટ શ્રી આર.આર. બોરડ, એન.ડી.આર.એફ.ના ટીમ કમાન્ડન્ટ, ડિઝાસ્ટર મામલતદારશ્રી વી. એ. જરીવાલા, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ, પાવર સ્ટેશનના અધિકારીઓ, સેફ્ટી ઓફિસર, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *