બેંક એકાઉન્ટો કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના બે આરોપીઓને શોધી કાઢી આરોપીઓની અટક કરી તેઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી તાપી જિલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારના (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આહિરના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમ્યાન INDIAN OVERSEAS BANK તથા IDBI BANK બેંકના ૨ મ્યુલ બેંક અકાઉન્ટ મળી આવેલ, જેમાં INDIAN OVERSEAS BANK માં તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૧૮/૦૨/૨૦૨૫ સુધી રૂ.૬૫,૫૦,૮૭૫/-( ૬૫ લાખ ૫૦ હજાર અને આઠસો પચોતેર રૂપીયા)ના જેટલી રકમના નાણાકીય વ્યવહારો થયેલ,તેમજ IDBI BANK માં તા.૧૫/૦૩/૨૦૨૫ થી તા.૧૪/૦૭/૨૦૨૫ સુધી રૂ.૧,૯૮,૯૦,૭૩૬/-(એક કરોડ ૯૮ લાખ નેવુ હજાર અને સાતસો છત્રીસ રૂપીયા)ના જેટલા રકમના નાણાકીય વ્યવહારો થયેલ તથા INDIAN OVERSEAS BANK એકાઉન્ટના વિરુધ્ધમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૭ સાયબર ફ્રોડ ફરિયાદો તથા IDBI BANK એકાઉન્ટના વિરુધ્ધમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૪૨ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ ધારક ચૌધરી હિનાબેન બલ્લુભાઇ રહે.અંધાત્રી ગામ આશ્રમ ફળીયું તા.વાલોડ,જી.તાપીનું હોવાનુ માલુમ પડેલ.જે એકાઉન્ટની તપાસમાં જણાયેલ કે આ એકાઉન્ટ ધારક તથા તેના પતિ જીતુભાઇ રામજીભાઇ મુંગલપરા હાલ રહે.૧૪૦,શિવશકિત પાર્ક-૦૧,મુસા રોડ,વ્યારા તા.વ્યારા જી.તાપી મૂળ રહે.લેરીયા ગામ, તા.વિસાવદર,જી.જુનાગઢ નાઓએ ૧૦ % કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા સારૂ મળતીયા વોન્ટેડ આરોપીઓને આપેલ જણાયેલ જે એકાઉન્ટનો ઉપયોગ લોકો પાસેથી ઠગાઇથી નાણા પડાવવા અથવા ગુનાહીત વિશ્વાસઘાતથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ હોય જેથી આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ૧૧૮૨૪૦૧૦૨૫૦૦૧૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૩૧૯(૨),૬૧(૨)(એ),૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી.
પકડાયેલ આરોપીઓ
(૧) ચૌધરી હિનાબેન બલ્લુભાઇ રહે.અંધાત્રી ગામ આશ્રમ ફળીયું તા.વાલોડ,જી.તાપી
(૨) જીતુભાઇ રામજીભાઇ મુંગલપરા હાલ રહે. ૧૪૦, શિવશકિત પાર્ક-૦૧,મુસા રોડ,વ્યારા તા.વ્યારા જી.તાપી મુળ રહે.લેરીયા ગામ, તા.વિસાવદર,જી.જુનાગઢ
ડીટેક્ટ થયેલ ગુના/ઓનલાઈન NCCRP કમ્પ્લેન
INDIAN OVERSEAS BANK એકાઉન્ટના વિરુધ્ધમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૭ સાયબર ફ્રોડ ફરિયાદો. IDBI BANK એકાઉન્ટના વિરુધ્ધમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૪૨ સાયબર ફ્રોડ ફરિયાદો
આરોપીઓની ભુમીકા / એમ.ઓ.
(૧) ચૌધરી હિનાબેન બલ્લુભાઇ:- આ આરોપીબેન પોતે કોઈ કામ ધંધો ન કરવા છતા પોતાના પતિ સાથે મળી SHIV ENTERPRISE ના નામથી અલગ અલગ બે બેંકોમાં કરંટ એકાઉન્ટો ખોલી તે એકાઉન્ટનો ઉપયોગ પોતાના માટે નહી કરી આર્થિક ફાયદો મેળવવાની લાલચે સાયબર ફ્રોડના કરોડો રૂપીયા સગેવગે કરવા કમિશનથી ભાડે આપવાનુ કામ
(૨) જીતુભાઇ રામજીભાઇ મુંગલપરા:- આ આરોપી દ્વારા વોન્ટેડ આરોપી સાથે ભાગીદારી રાખી પોતાની પત્નિના નામે અલગ અલગ બેંકોમાં કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ખરીદનારના સંપર્કમાં રહી તેઓને કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ આર્થિક ફાયદો મેળવવાની લાલચે સાયબર ફ્રોડના કરોડો રૂપીયા સગેવગે કરવા કમિશનથી ભાડે આપવાનુ કામ /એજંટ
આમ, તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના બે આરોપીઓ પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
