પ્રવાસન સ્થળોની સ્વચ્છતા એ આપણી જવાબદારી – મંત્રીશ્રી જયરામભાઈ ગામીત

Contact News Publisher

પોતાના હસ્તકના વિભાગોની કામગીરી-પ્રગતિની જાણકારી મેળવી અધિકારીઓને રચનાત્મક સૂચનો કરતાં મંત્રીશ્રી

—    

રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં વિભાગીય સમીક્ષા બેઠક યોજાઈ

—  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા 12. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગનો કાર્યભાર સંભાળતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે શુક્રવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી ગામીતે જણાવ્યું કે, શિક્ષણની સાથે રમતગમત પણ ખુબ મહત્વપૂર્ણ છે. જિલ્લામાં રમતવીરો અને રમતપ્રેમીઓને મંચ પ્રદાન કરવા માટેનું ભાવિ આયોજન ખુબ મહત્વપૂર્ણ છે. જિલ્લાના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પણ અતિમહત્વપૂર્ણ છે. તેની જાળવણી કરવાની જવાબદારી આપણી સૌની છે.

રાજ્યમંત્રી ડો. ગામીતે આ તકે વિભાગોની કામગીરી, સિધ્ધિઓ, પ્રગતિ હેઠળના કામો અને ભાવિ આયોજનો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. આ તકે વિભાગીય કામગીરીથી પ્રભાવિત થતાં મંત્રીશ્રીએ કેટલાંક રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. વધુમાં, મંત્રીશ્રીએ અધિકારીઓને સતત સંકલનમાં રહી પ્રજાલક્ષી કામગીરીને વધુ ગતિ આપવા સાદગીપૂર્વક અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ પર્યટન સ્થળો અને ત્યાંની સ્વચ્છતા પર વિશેષ ભાર મુકતાં સ્વચ્છતા જાળવવા, લોકોને જાગૃત કરવા અને સ્વચ્છતાને આત્મસાત કરવા માટે આગ્રહ કર્યો હતો. તેમજ ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે શિબિરોનું આયોજન કરવા પણ અનુરોધ કર્યો હતો.

ગ્રંથાલયો, સાંસ્કૃતિક પ્રવૃતિઓ સહિત મંત્રીશ્રી રમતક્ષેત્રની પ્રગતિ પર વિશેષ ભાર મુકતાં ભવિષ્યમાં તાલુકાકક્ષાએ પણ રમત સંકુલોના આયોજન અંગે સૂચના આપી હતી. તેઓએ જિલ્લામાં રમતક્ષેત્રની પ્રગતિ અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. બજેટની ફાળવણી સંદર્ભે સંબંધિત વિભાગને જરૂરી દરખાસ્તો તૈયાર રાખવા સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, અધિક નિવાસી કલેક્ટર આર. આર. બોરડ સહિતના અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *