નાણાકીય ક્ષેત્રમાં બિન દાવાવાળી સંપત્તિના ઝડપી નિવારણ માટે માર્ગદર્શિત કરતાં જિલ્લા પોલીસ વડાશ્રી જશુભાઈ દેસાઈ

Contact News Publisher

ડો. બાબાસાહેબ આંબેડકર હોલ વ્યારા ખાતે નાગરિકોને તેમના નાણાકીય હક અપાવવા જાગૃતિ શિબિર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૨ :- તાપી જિલ્લા પોલીસ વડાશ્રી જશુબાઈ દેસાઈની અધ્યક્ષતામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ, વ્યારા ખાતે ‘તમારી મૂડી, તમારો અધિકાર’ થીમ અંતર્ગત બેન્ક ઑફ બરોડા તથા લીડ બેન્કના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. નાણાકીય ક્ષેત્રમાં બિન દાવાવાળી સંપત્તિના કાર્યક્ષમ તથા ઝડપી સમાધાનને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમમાં બેન્ક ઇન્શ્યોરન્સ, પેન્શન, મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નાગરિકોના નામે પડેલી બિનદાવા રકમના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે મહાનુભાવોએ જણાવ્યું કે, આ જાગૃતિ શિબિરનો આશય અનક્લેમ્ડ ફંડને સાચા હકદાર સુધી પહોંચાડવો છે. નાગરિકો કેવી રીતે અનક્લેમ્ડ ડિપોઝિટ શોધી શકે, જરૂરી દસ્તાવેજો કયા છે અને દાવાની પ્રક્રિયા કેવી રીતે કરવાની, તે અંગે વિગતવાર સમજણ અપાઈ હતી. જિલ્લા સ્તરે આગામી દિવસોમાં નાગરિકોને તેમના નાણાકીય હકો અંગે વધુ માહિતી મળે અને તેઓ જાગૃત થાય તેવા શુભ આશય સાથે વિવિધ શિબિરોના આયોજન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં સુરતના રિજનલ મેનેજર આદર્શ કુમાર, ગુજરાત ગ્રામિણ બેન્કના જનરલ મેનેજર રાજ કપુર, તાપી નાબાર્ડના DDM ઉત્કર્ષ દેશમુખ, આરબીડીએમ સુરતના અસિમ રાણા અને તાપી એલડીએમ ભરત મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *