તાપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૨. :- તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં કલેક્ટર શ્રીની ચેમ્બરમાં પ્રાકૃતિક કૃષિ અંગે હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ તકે, ડૉ. ગર્ગે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ખેડૂતોને જરૂરી માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે જિલ્લામાં થઈ રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

જિલ્લા સ્તરે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સુવ્યવસ્થિત આયોજન કરવાની સૂચના આપતાં ખેડૂતોને ટેકનિકલ સહાય, તાલીમ, પ્રદર્શની તેમજ પ્રચાર-પ્રસારની કામગીરીને વેગવાન બનાવવા માટે અને કૃષિલક્ષી યોજનાઓના પ્રચાર–પ્રસારની કામગીરીને વધુ ગતિ આપવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી અલ્પેશ પટેલ સહિત ખેતીવાડી વિભાગના તમામ શાખાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *