નવસારી સબ જેલ ખાતેથી ફરાર થયેલ કાચા કામના આરોપીને વ્યારા સુગર ફેક્ટરી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બિપીનભાઇ રમેશભાઈ પેરોલ-ફર્લો સ્કોર્ડ, તાપી, પેરોલ-ફર્લો સ્કોર્ડ/એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે નવસારી રૂરલ પો.સ્ટે. પાર્ટ એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૨૦૨૧૨૪૦૬૦૭/૨૦૨૪ તથા નવસારી રૂરલ પો.સ્ટે. ૧૧૮૨૨૦૨૧૨૪૦૭૩૩ /૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના કાચા આરોપી નં.૧૪૭૮ સુનીલ અર્જુનભાઇ ભીલ રહે.નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે,ચલથાણ ત્રણ રસ્તાની નજીક સુગર ફેક્ટરી પાસે નહેરના કિનારે ઝુપડામાં તા.કડોદરા જી.સુરતનાનો પોતાના જામીન ભરાવા માટે સબબ તા.૦૫/૧૧/૨૦૨૫ થી તા.૨૬/૧૧/૨૦૨૫ દિન-૨૦ ના વચગાળાના જામીન ઉપર ગયેલ અને તેઓએ તા.૨૬/૧૧/૨૦૨૫ ના રોજ નવસારી સબ જેલ ઉપર પરત હાજર થવાનુ હોય તેઓ હાજર થયેલ ન હોય, જેની તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇને મળેલ સયુકત બાતમી આધારે કાચા આરોપી નં.૧૪૭૮ સુનીલ અર્જુનભાઇ ભીલ રહે.નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે, ચલથાણ ત્રણ રસ્તાની નજીક સુગર ફેક્ટરી પાસે નહેર ના કિનારે ઝુપડામાં તા.કડોદરા જી.સુરતને વ્યારા સુગર ફેક્ટરી ખાતેથી તા.૧૨/૧૨/૨૦૨૫ ના રોજ પકડી પાડી નવસારી સબ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.

વચગાળાના જામીન ઉપર ફરાર કેદીનું નામ

સુનીલ અર્જુનભાઇ ભીલ રહે.નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે, ચલથાણ ત્રણ રસ્તાની નજીક સુગર ફેક્ટરી પાસે નહેરના કિનારે ઝુપડામાં તા.કડોદરા જી.સુરત

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઈ લીલકીયાભાઇ,  હે.કો. અનીરુધ્ધસિંહ દેવસિંહ, હે.કો. લેબજીભાઇ પરબતજી, રવીન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. અરુણભાઇ જાલમસિંઘ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઈ, અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *