તાપી જિલ્લાના અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા આપનાર ટોળકીના કુલ ત્રણ આરોપીઓને શોધી કાઢતી સોનગઢ પોલીસ .
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકારના (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. ચૌહાણ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી. દેસાઈના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 નું ખાતુ મળી આવેલ, જેમા ૬૦,૦૦૦/- રૂપિયા ફ્રોડ રકમ જમા થયેલાની વિવિધ રાજ્યોમાં ૨ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ નિખીલ અનુપભાઇ ચવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપીનું હોવાનુ માલુમ પડેલ.જે એકાઉન્ટની તપાસમાં જણાયેલ કે, તેઓ રોશની કોમ્પ્લેકસમાં “નક્ષ ટ્રેડર્સ” નામની ઓફિસમાં માર્ચ-૨૦૨૫ થી નોકરી કરતા હતા ત્યારે નક્ષ ટ્રેડર્સ ના માલીક મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી રહે.અવતાર સોસાયટી, સાંઇ હોસ્પીટલની પાછળ, સોનગઢ તા.સોનગઢ જી.તાપી મની ટ્રાસ્ફરની નક્ષ ટ્રેડર્સ એકાઉન્ટ હોય ઓફીસ હોય, (૧) નિખીલ અનુપભાઇ ચવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપી તથા (૨) અભિ કમલેશભાઇ પંચાલ હાલ રહે.કેસરીનંદન સોસાયટી, ગુણસદા તા.ઉકાઇ જી.તાપી નાઓના બેન્ક એકાઉન્ટ મારફતે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી જે બદલ તેઓને પગાર ઉપરાંત દિવસ દિઠ રૂપિયા ૫૦૦/- નું વળતર આપી આમ ભારતના અલગ અલગ રાજ્યમા સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી છેતરપીંડી કરી કોઇપણ રીતે સાયબર ફ્રોડના નાંણા ઓનલાઇન જેમાં આરોપી નં.૦૧ નાઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા એકાઉન્ટ નં.39085460879 માંથી ૧૯ ફરિયાદોમાં કુલ્લે-૧૪,૦૮,૧૪૯/- તથા ICICI બેન્કના એકાઉન્ટ નં.139505005921 માંથી ૦૫ ફરિયાદોમાં કુલ્લે-૪,૦૩,૧૦૦/- તથા આરોપી નં.૦૨ નાઓના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 માંથી ૦૨ ફરિયાદોમાં કુલ્લે-૬૦,૦૦૦/- તથા આરોપી નં.૦૩ નાઓના બેન્ક ઓફ બરોડા ના એકાઉન્ટ નં.02678100024852 માંથી ૦૨ ફરિયાદોમાં કુલ્લે-૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧૮,૮૧,૨૪૯/- ની છેતરપીંડી કરેલાની તેઓ ત્રણેય વિરૂધ્ધમાં કુલ અલગ-અગલ ભારતમાં અલગ-અલગ ૨૮ જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરીયાદો પણ નોંધાયેલ છે અને આ રીતે મ્યુલ એકાઉન્ટ દ્રારા સાયબર છેતરપિંડી કરી લોકો સાથે ઠગાઈ કરી જે નાણા મેળવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.મા ગુનો નોધવામાં આવેલ છે, અને અને નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી ઊ.વ. ૩૭ ધંધો.વેપાર રહે.અવતાર સોસાયટી, સાંઇ હોસ્પીટલની પાછળ, સોનગઢ તા.સોનગઢ જી.તાપી.
(૨) નિખીલ અનુપભાઇ ચવ્હાણ ઊ.વ. ૨૧ ધંધો. મજુરી રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપી.
(૩) અભિ કમલેશભાઇ પંચાલ ઉ.વ. ૨૩ ધંધો.નોકરી, હાલ રહે.કેસરીનંદન સોસાયટી, ગુણસદા તા.ઉકાઇ જી.તાપી.
ડીટેકટ થયેલ ગુનાઓ
(૧)સોનગઢ પો.સ્ટે. આર્ટ -એ- ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૫૩૦૦૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૩૧૯(૨), ૬૧(૨)(એ), ૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી), ૬૬(ડી)મુજબ.
આરોપીઓની ભુમીકા / એમ.ઓ.
(૧) મિંલિદકુમાર રણજીતભાઇ વંજારી:- આ આરોપીએ પોતાનુ નક્ષ ટ્રેડ્ર્સ નામના મની ટ્રાન્સફર બેન્ક એકાઉન્ટમાં સહ આરોપી નિખીલ ચવ્હાણ તથા અભિ પંચાલના એકાઉન્ટ માથી સાયબર છેતરપિંડાના નાણા મેળવી મની ટ્રાન્સફરના ઓથા હેઠળ રોકડા ઊપાડી સહ આરોપી યાસિર રહે સુરતને આંગડીયા વડે પહોચાડી યાસીન તે રૂપિયાથી રોકડેથી યુ.એસ.ડી.ટી. ખરીદી લેતો હતો અને આ મિલીદને એક લાખ રૂપિયાના ટ્રાજેકશન પર યાસીન ૨૫૦૦ થી ૩૦૦૦ હજારનુ કમિશન આપતો હતો,
મિંલિદકુમાર દ્વારા ઉપયોગ કરાયેલ નક્ષ ટ્રેડ્ર્સ બેંક એકાઉન્ટ વિરૂધ્ધમાં દેશભરમાં ૨૪ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે
(૨)નિખીલ અનુપભાઇ ચવ્હાણ:- આ આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટનો સહ આરોપી મિંલિદકુમારને ભાડે આપી આર્થિક ફાયદો મેળવેલ છે. જેમાં તેના દ્વારા અપાયેલ પોતાના બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૦૨ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે.
(૩) અભિ કમલેશભાઇ પંચાલ :- આ આરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટનો સહ આરોપી મિંલિદકુમારને ભાડે આપી આર્થિક ફાયદો મેળવેલ છે. જેમાં તેના દ્વારા અપાયેલ પોતાના બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૦૨ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે.
(૪) વોન્ટેડ આરોપી યાસિર રહે, સુરત;- આ કામનો આરોપીએ પકડાયેલ સહ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા મેળવી તે રૂપિયાના યુ.એસ.ડી.ટી. ખરીદી લેતો હતો અને તેની સામે સહ આરોપીના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના નાણા જમા %
