વાલોડ તાલુકાના વેડછી ગામમાં રૂ. ૬૭.૫૦ લાખના ખર્ચે ૨.૭૦ કિ.મી.ના બે રસ્તાનું નવીનીકરણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ તાલુકાના (૧) વેડછી ગામના વેડછી કેળકુઇ રોડ અને (૨) વેડછી તાડ ફળીયા રોડ માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ,તાપીની પેટા વિભાગીય કચેરી વ્યારા દ્વારા રાજ્ય સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મંજુર થયેલ (૧) રકમ રૂ. ૩૭.૫૦ લાખના ખર્ચે ૧.૫૦ કિ.મી અને (૨) ૩૦.૦૦ લાખના ખર્ચે ૧.૨૦ કિ.મી. રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. આ રસ્તાથી આશરે ૬૫૦૦ ની વસ્તીને વાલોડ તાલુકાના વેડછી અને વ્યારા તાલુકાના કેળકુઇ ગામને જિલ્લા/તાલુકા મથક સાથેના જોડાણથી લાભ મળશે તેમજ ગામના લોકોની સુવિધામાં વધારો થશે. આ રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ થતા ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે જેનાથી આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. વિધાર્થીઓ અને દર્દીઓને શાળાઓ તથા હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. આ કામો દ્વારા નાગરિકોને સલામત,સરળ અને આરામદાયક અને પ્રાદેશિક કનેક્ટિવિટી સુવિધામાં વધારો થશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
