સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા કમિશનથી બેંક એકાઉન્ટો આપનાર ટોળકીના ત્રણ આરોપીઓને શોધી-અટક કરી અન્ય બે ગુનાઓ ડીટેક્ટ કરતી તાપી જિલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વડપણ અને અંગત માર્ગદર્શન હેઠળ શ્રી પ્રેમવીર સિંહ, પોલીસ મહાનિરિક્ષકશ્રી, સુરત તથા શ્રી જે.એન. દેસાઈ, પોલીસ અધિક્ષકશ્રી, તાપીની સૂચના અનુસાર સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી જે.બી. આહિર, પોલીસ ઇન્સ્પેક્ટર, તાપી-વ્યારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયેલ હતું.
ભારત સરકારના (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. આહિરના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમિયાન ICICI BANK બેંકનું એક મ્યુલ બેંક અકાઉન્ટ મળી આવેલ, જેમાં ૧,૪૫,૦૦,૦૦૦/- એક કરોડ ૪૫ લાખ થી વધારે ફ્રોડ ટ્રાન્ઝેક્શન તથા ભારતના વિવિધ રાજ્યોમાંથી ૩ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત રહે-રૂમ નં ૨૯/બી રેલવે સ્ટેશન ગામ રાણીઅંબા તાપીનું હોવાનુ માલુમ પડેલ. જે એકાઉન્ટની તપાસમાં જણાયેલ કે આ એકાઉન્ટ વિશાલકુમાર ગામીત તથા નિસર્ગ અનિલભાઈ ગામીત તથા જહોનસન હિરાભાઈ ગામીતએ ૨૦ % કમિશનથી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા માટે મળતીયા વોન્ટેડ આરોપીઓને બહારના રાજ્ય ખાતે જઈ આપેલ હોવાનુ જણાયેલ તેમજ વધુ એક ICICI કરન્ટ બેંક એકાઉન્ટ પણ સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવા ઉપયોગ કરેલ હોય જેમાં છેલ્લા એક વર્ષમાં ૧,૩૩,૦૦,૦૦૦/-(એક કરોડ ૩૩ લાખ)થી વધુ નાણા ડીપોઝીટ થયેલ હોય અને વિડ્રો પણ થઈ ગયેલ હોય અને તેના વિરુધ્ધમાં ૧૫ જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરીયાદો પણ નોંધાયેલ છે જેથી આ બાબતે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી.
પકડાયેલ આરોપીઓ
(૧) વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત ઉ.વ.૨૪ રહે-રૂમ નં ૨૯/બી રેલવે સ્ટેશન ગામ રાણીઅંબા તા.સોનગઢ,જી.તાપી
(૨) નિસર્ગ અનિલભાઈ ગામીત ઉ.વ.૩૧ રહે-એ/૧૮ સાંઈ સાંઈ નગર સોસાયટી,સાંઈ કોમ્પ્લેક્ષની પાછળ વાંકલવેલ સોનગઢ
(૩) જહોનસન હિરાભાઈ ગામીત ઉ.વ.૩૫ રહે-કેલીયા ફળીયુ ગામ અગાસવણ તા સોનગઢ જિ તાપી તથા એ/૭ અભિષેક ટાઉનશીપ, ન્યુ કોસાડ રોડ અમરોલી સુરત
/A ડીટેકટ થયેલ ગુનાઓ
(૧)અમદાવાદ ગ્રામ્યના બાવળા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૮૨૫૦૬૭૪/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮ (૪)તથા આઈટી એકટ કલમ ૬૬(ડી)મુજબ
(૨)હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૧૨૫/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૧૮ (૪),૩૧૯(૨),૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨) તથા આઈટી એકટ કલમ ૬૬(સી),૬૬(ડી)મુજબ
આરોપીઓની ભુમીકા / એમ.ઓ.
(૧) વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામીત :- આ આરોપીના વ્યારા ખાતે આવેલ IRIS PLAZA માં M R ENTERPRISE ના નામે દુકાન ભાડેથી રાખી આ દુકાન મારફતે ICICI BANK માં કરંટ બેંક એકાઉન્ટ ખોલાવડાવી તે એકાઉન્ટનો ઉપયોગ પોતાના માટે નહી કરી આર્થિક ફાયદો મેળવવાની લાલચે સાયબર ફ્રોડના કરોડો રૂપીયા સગેવગે કરવા કમિશનથી ભાડે આપવાનુ કામ જેમા તેના દ્વારા અપાયેલ પોતાના ICICI બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૦૩ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે
(૨) નિસર્ગ અનિલભાઈ ગામીત :- આ આરોપી સોશીયલ મિડીયા જેવા પ્લેટફોર્મ ઉપર એકાઉન્ટ ખરીદનાર એજન્ટોના સંપર્ક કરી તેઓને પોતાના તથા અન્યોના કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ આર્થિક ફાયદો મેળવવાની લાલચે સાયબર ફ્રોડના કરોડો રૂપીયા સગેવગે કરવા કમિશનથી ભાડે આપવાનુ કામ /એજંટ જેમાં તેના દ્વારા અપાયેલ પોતાના ICICI બેંક એકાઉન્ટ વિરુધ્ધમાં દેશભરમાં ૧૫ જેટલી સાયબર ફ્રોડની ફરીયાદો છે
(૩) જહોનસન હિરાભાઈ ગામીત :-આ આરોપી મધ્યસ્થી જેમ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરોને રાજ્ય બહાર લઈ જઈ તેઓની બેંક એકાઉન્ટની કીટ તથા સિમકાર્ડ વિગેરે મળતીયા આરોપીઓને પુરી પાડી તે એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા નખાવી તેમાં પોતાનુ કમિશન રાખી આર્થિક ફાયદો મેળવવાનુ-/મધ્યસ્થી
આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આંતર રાજ્ય સાયબર ફ્રોડ આચરનાર ટૉળકી સાથે જોડાયેલ હોવાનુ જાણવા મળેલ છે, જેની વધુ તપાસ હાલ ચાલુ છે
આમ, તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જે.એન. દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ તાપી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના ત્રણ આરોપીઓ પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
