વ્યારા ખાતે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત હાઇટ આધારિત ખેલાડી પસંદગી પ્રક્રિયા તા. 18 અને 19 ડિસેમ્બરે યોજાશે
જિલ્લાના યોગ્ય ખેલાડીઓને તકનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ઉંચાઇ આધારિત ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાનું આયોજન વ્યારામાં કરવામાં આવ્યું છે. જેમાં તા. 01/01/2011 પછી જન્મેલા અને ઉંચાઈના માપદંડો પૂર્ણ કરનાર ભાઈઓ-બહેનો ભાગ લઈ શકે છે. બહેનો માટે 163 સે.મી., જ્યારે ભાઈઓ માટે 173 સે.મી. અથવા વધુ ઉંચાઇ ફરજિયાત રહેશે.
તાપી જિલ્લામાં આ પસંદગી પ્રક્રિયા 18 અને 19 ડિસેમ્બર 2025ના રોજ સવારે 10:00 થી 01:00 સુધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે યોજાશે.ખેલાડીઓને જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડ સહિત જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી તકનો લાભ લેવા અનુરોધ.
વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરી કરી શકાસે. તેમજ કસોટી માટે કન્વીનર તરીકે મનિષાબેન જે. વસાવા (મો. 8758049329) નિયુક્ત કરાયા છે. એમ જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
