રાત્રીના સમયે ભુલી પડેલી અસ્થિર મગજની મહીલાને તેમના પરીવાર સાથે મિલન કરાવતી ઉચ્છલ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીનાં ઉચ્છલ પોલીસ સ્ટેશનની ૧૧૨ જન રક્ષક મોબાઇલ વાનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પો.કો. રાજેશભાઇ બાબુભાઈ ગઇ તા. ૦૭/૧૨/૨૦૨૫ ના રોજ મેસેજ મળેલ જેના આધારે ઉચ્છલ પો.સ્ટે. ૧૧૨ જન રક્ષક મોબાઇલના ઇન્ચાર્જ તથા પો.કો. જયેશભાઇ બાબુભાઇ ટોકરવા ગામ ખાતે જઇ તપાસ કરતા એક મંદબુધ્ધીની મહીલા ઉ.વ.આ.૪૦ ની મળી આવેલ હતી. મહીલાની પુછપરછ કરી તેમજ સ્થાનીક ગામના લોકોથી માહીતી મેળવતા અસ્થિર મગજની મહીલા બાબરઘાટ ગામની હોવાનું જણાતા બાબરઘાટ ગામના આગેવાનોનો ટેલીફોનીક સંમ્પર્ક કરી મહીલાનો ફોટો મોબાઇલ ઉપર મોકલાવી તેણીના વાલી વારસની તપાસ કરતા બાબરઘાટ ગામમા તેમના સંબંઘી મળી આવતા મહીલાને સહી સલામત ટોકરવા ગામેથી ૧૨ કિ.મી. દુર બાબરઘાટ ગામે ૧૧૨ જન રક્ષક મોબાઇલ માં બેસાડી પોલીસના માણસોએ લઇ જઇ સહી સલામત તેઓનો કબ્જો તેઓના સંબઘીને સોંપી પરિવાર સાથે મિલન કરાવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
