સુરત ગ્રામ્યની અલગ અલગ સ્કૂલો, કોલેજો, કન્યા છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાયા
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૨૫/૧૧/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ સુઘી ઘરેલુ હિંસા નાબુદી અભિયાન અંતર્ગત બારડોલી 181 ટીમે સૂરત ગ્રામ્યની અલગ અલગ સ્કૂલ, કોલેજ, કન્યા છાત્રાલયો અને આશ્રમ શાળા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ ,પટેલ તૃપ્તિ, મહિલા પોલીસ કર્મચારી ચૌધરી ચંદ્રિકાબેન, ચૌધરી વનિતાબેન,પાયલોટ શેખ અકરમભાઈ, પટેલ ધર્મેશભાઈ દ્વારા સ્કૂલ, કોલેજ, કન્યા છાત્રાલયો અને સંસ્થાના કર્મચારીઓ સાથે સંકલનમાં રહીને 181 મહિલા હેલ્પલાઇનની માહિતી વધુમાં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ દીકરીઓને ગુડ ટચ બેડ ટચ અંગે સમજણ આપી. ત્યારબાદ પોક્સો (POCSO) અધિનિયમ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ વિશે પ્રાથમિક માહિતી આપી દીકરીઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કૂરિવાજો, માન્યતાઓ, અંધશ્રધ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે, મહિલાઓના હકકો, અધિકારો એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો, આર્થિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા. ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા, છેડતી ટેલીફોનિક ટોકિંગ જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક 181 ટીમ મદદે પહોંચે છે.જો કોઈ મહિલાઓને તકલીફ પડે તો 181 માં કોલ કરવાથી વિનામૂલ્યે સલાહ, સૂચન-માર્ગદર્શન, બચાવ-મદદ થઈ શકશે. ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ અને દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને 181 નો ઉપયોગ કરે એવી બારડોલી 181 ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે. તેમજ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 મોબાઇલ એપ્લિકેશન ની માહિતી અંગે દીકરીઓને માહિતગાર કર્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
