તાલુકા કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પારડીઝાંખરી પ્રાથમિક શાળાની સિધ્ધિ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2025 નું આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અટોદરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકો દ્રારા કુલ પાંચ વિભાગમાં 53 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
સદર પ્રદર્શનમાં પારડીઝાંખરી પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો હેની રાઠોડ અને અંકિતા રાઠોડે વિભાગ-1માં ફાર્મિંગ ટાવર નામક કૃતિ રજૂ કરી પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. આ સિધ્ધિ બદલ શાળાનાં આચાર્ય રમેશ પટેલ તથા શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્રાચાર્ય જાગૃતિ પટેલે બાળ વૈજ્ઞાનિકો સહિત તેમનાં માર્ગદર્શક શિક્ષિકા શીતલ મહીડાને અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
