વ્યારામાં દાખલ થયેલ છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને અ.પો.કો. રોનકભાઇ સ્ટીર્વસનને મળેલ સંયુકત બાતમી આધારે વ્યારા તાલુકાના ડોલારા ગામ ત્રણ રસ્તા પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ છેતરપીંડીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- અનિલભાઇ ગમનભાઇ ગામીત ઉ.વ.૪૧ રહે.વચલુ ફળીયુ, હનુમંતિયા ગામ તા.સોનગઢ જી.તાપીને પકડી પાડી તા.૦૮/૧૨/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. રોનક સ્ટીવંસન તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસિંહએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
