યોગ ભગાવે રોગ : વ્યારા ખાતે યોગ શિબિરનું સફળ આયોજન
યોગ એ માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે – ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજી
રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા, ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રમત ગમત રાજ્યમંત્રીશ્રી ડૉ જયરામભાઈ ગામીત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજીની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૦૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોગ શિબિર યોજાઈ હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગસેવક શીશપાલજીએ જણાવ્યું કે, યોગ એ માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ સાથે જોડાયેલો એક વૈશ્વિક વિષય છે. યોગ એ આંતરિક શાંતિ, શારીરિક સંતુલન અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની સાર્વત્રિક કળા છે.
વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર યોગલક્ષી અભિયાન દ્વારા ગુજરાતના દરેક નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી માટે ખાસ ભાર આપી રહ્યું છે.
વિશાળ સંખ્યામાં પધારેલા યોગપ્રેમીઓ અને નાગરિકોએ અ શિબિરના માધ્યમથી વિવિધ યોગ-આસનો, પ્રાણાયામ, તેના લાભો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, નિયમિત યોગાભ્યાસને જન આંદોલન બનાવી, રાજ્યને મેદસ્વિતા મુક્ત અને નિરોગી બનાવવું. આ સફળ આયોજને તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં યોગ પ્રત્યે જાગૃતિની નવી લહેર ઊભી કરી છે.
આ તકે જિલ્લા કલેક્ટર ડો.વીપીન ગર્ગ, પ્રાયોજના વહીવટદારશ્રી જયેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજ વસાવા, જનપ્રતિનિધિઓ, સ્થાનિક હોદ્દેદારો તેમજ સંકલનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સૌએ ek સાથે યોગ કરીને પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
