રાજ્ય મંત્રી ડૉ.જયરામભાઈ ગામીતના હસ્તે ઉકાઇ ઈ.એમ.આર.એસ. અધ્યતન રોબોટિક્સ લેબ શરૂ કરાઈ
એકલવ્ય શાળાના બાળકોને અન્ય વિષયો માફક રોબોટિક્સ વિષય તરીકે શીખવવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ઉકાઈ ખાતે આધુનિક રોબોટિક્સ લૅબનું ગત રોજ તા.૦૬ ડિસેમ્બરના ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આ લૅબનું ઉદ્ઘાટન રમત ગમત, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃતિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં રોબોટિક્સ જેવો વિષય વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલે છે. આદિવાસી વિસ્તારોના બાળકો પણ હવે આધુનિક ટેકનોલોજીમાં આગળ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
નોંધનીય છે કે, ઈ.એમ.આર.એસ શાળા ઉકાઈ ખાતે બાળકોને નવનીતમ ટેક્નોલોજી માહિતગાર કરવા આ લૅબ ન્યૂ ગુજરાત પેટર્ન (NGP) યોજના અંતર્ગત મળેલી ગ્રાન્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે.
આ સુવિધા મળતા આદિજાતિ વિદ્યાર્થીઓને નવી પેઢીની રોબોટિક્સ અને ઉભરતી ટેક્નોલોજીઓ સાથે પરિચિત કરશે. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોટિક કારનું ડેમો રજૂ કર્યું હતું, આ લૅબ ઉત્સાહજનક શૈક્ષણિક અવસરોને ઉજાગર કરશે.
આ ઉદ્ઘાટન પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, શાળાના પ્રિન્સિપાલ દિનેશ કુમાર ચૌરસિયા, શિક્ષક ગણ તેમજ શાળાના બાળકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
