“ઓપરેશન કારાવાસ” અંતર્ગત વ્યારામાં ખુનના ગુનાનો છેલ્લા આઠ માસથી ફરાર થયેલ કાચા કામના આરોપીને મહુવા ભાવનગર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી અને પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. મર્ડરના ગુનાના કાચા આરોપી નં.૩૫૮/૨૦૨૫ પ્રતિક ખીમજીભાઇ ચુડાસમા રહે.બહુચર નગર, કતારગામ, જોગણી માતાના મંદીર પાસે, સુરત પોતાના ભાઇના લગ્નમાં જવા ખાતર દિન- ૩ તા.૦૮/૦૩/૨૦૨૫ થી તા.૧૦/૦૩/૨૦૨૫ ના વચગાળાના જામીન ઉપર ગયેલ અને તે તા.૧૧/૦૩/૨૦૨૫ ના રોજ જેલ ઉપર પરત હાજર થવાનું હોય તે હાજર થયેલ ન હોય જેની તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહને મળેલ સંયુકત બાતમી આધારે કાચા કામના આરોપી નં.૩૫૮/૨૦૨૫ પ્રતિક ખીમજીભાઇ ચુડાસમા રહે.બહુચર નગર,કતારગામ,જોગણી માતાના મંદીર પાસે, સુરતનાને મહુવા ભાવનગર ખાતેથી તા.૦૬/૧૨/૨૦૨૫ ના રોજ પકડી પાડી મધ્યસ્થ જેલ, લાજપોર ખાતે સોંપવા આવેલ છે.
વચગાળાના જામીન ઉપર ફરાર કેદીનું નામ
પ્રતિક ખીમજીભાઇ ચુડાસમા રહે.બહુચર નગર, કતારગામ, જોગણી માતાના મંદીર પાસે, સુરત
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ, આ.પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ તથા વિનોદભાઇ ગોકળભાઇ અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
