ખેલ મહાકુંભ દક્ષિણ ઝોન કક્ષાની વૉલીબૉલ સ્પર્ધા ૨૦૨૫માં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ગુજરાત રાજ્ય દક્ષિણ ઝોન કક્ષા વોલીબોલ U – ૧૭(ભાઈઓ) સ્પર્ધા ૨૦૨૫ મા દક્ષિણ ઝોન કક્ષાએ ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાપી ખાતે ૦૫-૧૨- ૨૦૨૫ ના રોજ યોજવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી શ્રી બી.ટી.અને કે.એલ. ઝવેરી સાર્વ.હાઈ. બુહારી,શાળા, તાપીની ટીમમાં બે ખેલાડીઓ એ ભાગ લીધેલ (૧)કૌશિક કિશનભાઇ ગુપ્તા ૧૧A , (૨) મિતકુમાર નિમેષભાઈ ચૌધરી ૧૨b વિધાર્થિઓ એ તાપી જિલ્લાની ટીમમા દક્ષિણ ઝોન કક્ષાએ ભાગ લઈ દક્ષિણ ઝોન કક્ષાએ તાપી જિલ્લા, વાલોડ તાલુકા તથા શ્રી બી.ટી એન્ડ કે. એલ.ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ બુહારી નું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું.તે બદલ આ વિદ્યાર્થીઓ અને તેમનાં માર્ગદર્શક શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રતિલાલ એસ. ગામીત તથા દર્શનાબેન પટેલને બુહારી વિભાગ કેળવણી મંડળ તથા શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ડી. પટેલ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા.તથા ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામા આવી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
