ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વ્યારા ખાતે આવતીકાલથી બે દિવસીય ‘યોગ શિબિર’ યોજાશે
સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ તાપી, સ્વસ્થ સામાજની ભાવના ચરિતાર્થ કરવા આજે વ્યારા યોગમય બનશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ અંતર્ગત વ્યારા ખાતે બે દિવસીય યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આવતીકાલથી તા ૦૬ ડિસેમ્બર ૨૦૨૫, શનિવારના રોજ સાંજે ૪:૧૫ કલાકે અને ૦૭ ડિસેમ્બર ૨૦૨૫, રવિવાર ના રોજ સવારે ૬:૧૫ કલાકે, સયાજી ગ્રાઉન્ડ, વ્યારા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં માનનીય ડૉ. જયરામભાઈ ગામીત, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને શ્રી યોગસેવક શીશપાલજી, ચેરમેન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, શિબિરનું સંચાલન કરશે. આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, સાંસદ શ્રી પ્રભુભાઈ એન. વસાવા હાજરી આપશે. આ ઉપરાંત, ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી મોહનભાઈ કોંકણી તેમજ જિલ્લાના પદાધિકારીઓ હાજર રહેશે. ઉપરાંત કલેક્ટરશ્રી વિપિન ગર્ગ અને શ્રી રામ નિવાસ બુગલીયા ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારા અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈને યોગ શિબિરનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
