ખેલ મહાકુંભમાં ઓલપાડ તાલુકાનું ગૌરવ વધારતો કીમ પ્રાથમિક શાળાનો વિધાર્થી યોગેશ રાજભર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વાત્સલ્ય ધામ, કામરેજ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં ખેલ મહાકુંભમાં કીમ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિધાર્થી યોગેશ રાજેશભાઈ રાજભરે અંડર 14 લાંબીકૂદ સ્પર્ધામાં ભાગ લઈ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે. તેની આ સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય પુષ્પાબેન રાવળ, શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા તેનાં કોચ જીગીષાબેન પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં. ઓલપાડ તાલુકાનું નામ રોશન કરનાર આ વિધાર્થી હવે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
