રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત 3 ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવણી કરવાનાં ભાગરૂપે બીઆરસી ભવન, અંકલેશ્વર ખાતે તાલુકાનાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબઓફ અંકલેશ્વર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, વોટરબેગ, લંચ બોક્સ, તથા ફળોનું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અંકલેશ્વરનાં પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, સેક્રેટરી વિપ નાયર, પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ, કો સેક્રેટરી દિલીપ પાટીલ, ઓ.પી.સિંગ તથા ઈનરવ્હીલ ક્લબ અંકલેશ્વરનાં પ્રેસિડેન્ટ રુપલ ભરવાડા, સેક્રેટરી મોના શાહ, બીઆરસી કો-ઓર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કો-ઓર્ડિનેટર્સ, સ્પેશિયલ એજ્યુકેટર્સ વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ વિદ્યાર્થીની વૃંદા સોલંકી, હુરબાનુ લાકડાવાળા, પઠાણ નુરે ફાતેમા, જેની ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *