તાપી જિલ્લામાં આગામી ૨૩મી ડિસેમ્બર તાલુકા અને ૨૪મી ડિસેમ્બર ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ડિસેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦5 સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં ડિસેમ્બર -૨૦૨૫નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૩.૧૨. ૨૦૨૫ ,બુધવાર વિવિધ મામલતદાર કચરીઓ ખાતે જયારે ડિસેમ્બર માસ-૨૦૨૫નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪.૧૨.૨૦૨૫ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
જેમાં ૨૩મી ડિસેમ્બર ના રોજ, સોનગઢ તાલુકામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, સોનગઢ ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, નિઝર તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.વ્યારા તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, કુકરમુંડા તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે,ડોલવણ તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે , ઉકાઈ તાલુકામાં નાયબ કલેક્ટર-૧ વ્યારાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ઉકાઈ ખાતે,વાલોડ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, ઉચ્છલ તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૧૨/૨૦૨૫ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
