વ્યારા ખાતે મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું
મહિલા સ્વરોજગાર મેળામાં ૩૯૮ લાભાર્થીઓ જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લામાં મહિલા સ્વ-રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તારીખ: ૪ ડીસેમ્બરના રોજ વ્યારા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, વ્યારા ખાતે સવારે યોજાયો હતો.
તૃપ્તિબેન પટેલે મહિલાઓ અને દીકરીઓને ઉપસ્થિત નોકરી દાતાઓનો સ્ટોલ પર સંપર્ક કરી ઉમેદવારી નોંધાવવા સુચન કર્યું હતું તેમજ રોજગારી પ્રાપ્ત કરી આર્થિક રીતે પગભર થઈ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેછા પાઠવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલ મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત યોજનાઓની વિવિધ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ૦૫ કંપનીઓ આવેલ જેમાં કુલ ૩૯૮ ઉમેદવારો ભાગ લીધો હતો અને કંપનીઓએ ઉમેદવારોને પ્રાથમિક પસંદગી કરી કોલ લેટર એનાયત કર્યા હતા. મહિલા સ્વાવલંબનના લાભાર્થી રીનાબેન ધર્મેશભાઈને ૧ લાખની લોનની સહાય આપવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવેલ તેમજ ઊંચામાળા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર EDI દ્વારા તાલીમ પામેલ બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની મહિલાઓને સ્વ-રોજગારલક્ષી માહિતી, તાલીમ અને આર્થિક વિકાસ માટેની યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. મેળામાં મોટી સંખ્યામાં ઉત્સાહી મહિલાઓએ ભાગ લીધો હતો અને સ્વ-રોજગારના વિવિધ વિકલ્પો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ પ્રકારના કાર્યક્રમો થકી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનશે અને જિલ્લાના સર્વાંગી વિકાસમાં તેમનો ફાળો વધશે. મેળાના સફળ આયોજન બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મહિલા લાભાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ પ્રવૃત્તિ જિલ્લા પંચાયતના અધ્યક્ષ તૃપ્તિબેન પટેલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનર સંદીપભાઈ પટેલ, આરસેટીના દેવેનભાઈ ગામીત, લીડ બેંક વતી અનિલભાઈ ગામીત તેમજ , એલ.આઇ.સીના બ્રાન્ચ મેનેજર અને અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
