આઇસર ટેમ્પોમાં લોખંડ/પતરાના બોક્ષમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય આજરોજ પોલીસ માણસો સાથે નાઇટ રાઉન્ટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના એ.એસ.આઇ. બીપીનભાઈ રમેશભાઈ તથા હે.કો. લેબજીભાઇ પરબતજીને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક આઇસર ટેમ્પો નં. GJ-23-AT-9598 નીમાં પાછળના ભાગે એક સિલ્વર કલરનુ લોખંડ/પતરાનુ બોક્ષમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવે છે” જે બાતમી આધારે સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા ખાતેથી ને.હા.ન.૫૩ સોનગઢ થી વ્યારા તરફ જતા રોડ ઉપર સોનગઢ તરફથી આવતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર આધારે વોચમાં હતા. દરમ્યાન સોનગઢ તરફથી બાતમી હકીકત મુજબનો રજીસ્ટ્રેશન નંબરવાળો એક આઇસર ટેમ્પો જેના પાછળની બોડીના ભાગે એક સિલ્વર કલરનુ લોખંડ/પતરાનુ બોક્ષ મુકેલ હોય તે આઇસર ટેમ્પો આવતા સાથેના પોલીસ માણસો દ્વારા આઇસર ટેમ્પો ઉભો રખાવી ટેમ્પામાં ટેમ્પો ચાલક બેસેલ હોય જેને આપે નીચે ઉતારી ટેમ્પામાં મુકેલ સિલ્વર કલરનુ લોખંડ/પતરાનુ બોક્ષમાં શુ ભરેલ છે. તે બાબતે પુછપરછ કરતા વાહન ચાલકે ટેમ્પામાં મુકેલ બોક્ષમાં કંઇ ભરેલ નથી તે વોટર કુલીંગ મશીન છે તેમ જણાવી એક બીલ્ટ્રી અને ટેક્ષ ઇન્વોઇસની નકલ રજુ કરેલ જે જોયેલ તો અમર ગુડસ ટ્રાંસપોર્ટ કું.ની બીલ્ટ્રી જેમા સામાનની વિગતમાં વોટર કુલીંગ મશીન લખેલ હોય જે નવાપુર મહારાષ્ટ્ર થી રાજકોટ જવા બાબતેની હકીકત લખેલ હોય બાતમી હકીકત બાબતે વધુ ખાત્રી તપાસ કરવાની હોય આ કામે આઇસર ટેમ્પાના ચાલકની વધુ પુછપરછ કરતા આઇસર ટેમ્પામાં મુકેલ બોક્ષમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવાની કબુલાત કરતા હોય આરોપી- અજયકુમાર પતારામ થોરી ઉ.વ.૨૧ રહે.જગરામ કી ધાણી ગામ-તા.નોખડા થાના.આર.જી.ટી.નગર જી.બાડમેર રાજસ્થાન પોતાના કબજાનો એક મરૂન કલરનો આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-23-AT-9598 જેની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- નીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બાટલી/ટીન નંગ- ૨૦૪૯૬, કુલ કિંમત રૂ! ૭૧,૬૮,૦૮૦/- નો પ્રોહી. મુદ્દામાલ તથા એક નંગ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપીયા ૮૦૦0/- તથા આઇસર ટેમ્પામાં પ્રોહી જથ્થો મુકેલ તે લોખંડ/પતરાનુ લંબચોરસ બોક્ષ જેની કિ.રૂ.આશરે ૩,૦૦,000/- તથા બીલ્ટ્રી અને ટેક્ષ ઇન્વોઇસની નકલ પાના નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે ૮૧,૮૧,૦૮૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

પકડાયેલ આરોપી-

અજયકુમાર પતારામ થોરી ઉ.વ.૨૧ રહે.જગરામ કી ધાણી ગામ-તા.નોખડા થાના.આર.જી.ટી.નગર જી.બાડમેર રાજસ્થાન

કબજે કરેલ મુદ્દામાલ-

(૧) ઇંગ્લીશ દારૂની બાટલી/ટીન નંગ- ૨૦૪૯૬ કુલ કિંમત રૂ! ૭૧,૬૮,૦૮૦/-

(૨) મોબાઇલ નંગ-૧ જેની કિં.રૂ! ૫,૦૦૦/-

(૩) રોકડા રૂપિયા- ૮,૦૦૦/-

(૪) લોખંડ/પતરાનુ લંબચોરસ બોક્ષ જેની કિ.રૂ.આશરે ૩,૦૦,૦૦૦/-

(૫) આઇસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-23-AT-9598 જેની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- કુલ્લે રૂ! ૮૧,૮૧,૦૮૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ જી.તાપી તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામભાઇ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, રાહુલભાઇ દિગમ્બરભાઇ, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇએ કામગીરી કરેલ છે.

 

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *