રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સુરત ખેલાડીઓએ 6 ગોલ્ડ મેડલ સાથે કુલ 15 જેટલા મેડલ જીત્યા

Contact News Publisher

નેશનલ રોડ સાયકલિંગ ટીમનાં 31 માંથી 17 સુરતનાં ખેલાડીઓ ડિસેમ્બરમાં ઓડીશા ખાતે રમવા જશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત સ્ટેટ સાયકલિંગ એસોસિયન દ્વારા રાજ્ય કક્ષાની રોડ સાઇકલિંગ સ્પર્ધા એલ.એન્ડ ટી. રોડ, ધોલેરા સર ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાતનાં 10 જિલ્લાનાં 90 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અલગ અલગ કેટેગરીમાં કુલ 31 ખેલાડીની પસંદગી નેશનલ સ્પર્ધા માટે કરવામાં આવી છે, જે પૈકી 17 ખેલાડીઓ સુરતનાં છે કે જેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે. જેમાં મીજાન અબ્બાસ અલીરાજા, રજત સારંગ, હેની ઝાલાવાડીયા અને મૈત્રી વસાવા સામેલ છે. નેશનલ સ્પર્ધા ડિસેમ્બર મહિનામાં તારીખ 2 થી 6 દરમિયાન સંબલપુર ખાતે યોજાશે. ટીમનાં કોચ અને મેનેજર તરીકે સુમિત્રાબેન વસાવા અને યોગેશ કટારીયા જ્યારે ટેકનિશિયન તરીકે ગૌરવસિંહની પસંદગી કરવામાં આવી છે. સુરત જીમખાનાનાં મંત્રી અશોકભાઈ મહેતા, એસોસિયન પ્રમુખ હિતેશભાઈ ગામીત, મંત્રી પરીક્ષિતભાઈ, જહાનવીબેન તથા ટીમ કોચ યોગેશભાઈએ સુરતનાં ખેલાડીઓ અને નેશનલ રોડ સાયકલિંગ માટે પસંદગી પામેલ છે સૌને અભિનંદન પાઠવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *