વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPS ના ગુનાના કામના વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખા તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરસીયા તથા આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ તથા અ.હેડ.કોન્સ દાઉદભાઇ ઠાકોરભાઇ તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ દાઉદભાઇ ઠાકોરભાઇ તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ એન.ડી.પી.એસ. મુજબના ગુનાના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પરવેઝ ચંન્દ્રસિંગભાઇ વસાવા રહે. રાયગઢ સરપંચ ફળીયું તા.નિઝર જી.તાપી વોન્ટેડ હોય અને આ વોન્ટેડ આરોપીને મોજે વ્યારા મિશન નાકા નહેર પાસે ઉભેલ છે. તેવી બાતમી હકીકત ના આધારે વ્યારા મિશન નાકા નહેર પાસેથી આ કામનો વોન્ટેડ આરોપી-પ્રવિણભાઇ ઉર્ફે પરવેઝ ચંન્દ્રસિંગભાઇ વસાવા ઉ.વ. ૩૨ રહે.રાયગઢ સરપંચ ફળીયું તા.નિઝર જી.તાપી,નો પકડાઇ જતા તા.૦૩/૧૨/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોપેલ છે.

કબજે કરેલ મુદામાલ (૦૧) ktm duke 200 મોટર સાઇકલ રજીસ્ટ્રેશન નંબર GJ-26 P 7421 કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા (૦૨) સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ ૨૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ-પર,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરસીયા એસ.ઓ.જી. શાખા તાપી તથા આ.એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ તથા અ.હેડ.કોન્સ દાઉદભાઇ ઠાકોરભાઇ તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *