તાપી જિલ્લાના મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર દ્વારા વીરપુર વિધાકુંજ શાળાની દીકરીઓને મહિલા સુરક્ષા અંગે માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકાર દ્વારા મહિલાની સુરક્ષા, ધરેલું ઝગડા અંગે સતર્કતા માટે જિલ્લા પોલીસ સ્ટેશનમાં મહિલા સુરક્ષા દળો અને મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર નિયુક્ત કરાયા છે. તેવી જ રીતે તાપી જિલ્લાની મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર દરેક શાળાઓમાં જઈ બહેન, દીકરીઓની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવું આયોજન કરી રહ્યા છીએ. આમ આજે કલનિકેતન ટ્રસ્ટ સંચાલિત વીરપુર ફાટક સ્થિત વિધાકુંજ વિધાલય ખાતે શાળાના આચર્યા કેતન શાહ દ્વારા મહિલા હેલ્પલાઇન કાઉન્સિલર અને એ.એસ.આઈ. ગામીતબેનને આવકાર આપી સ્વાગત કરી મહિલા સુરક્ષાના પેમ્પલેટ વિતરણ કરી helpline નંબર 181 અને તમામ પ્રશ્નો માટે હવે 112 નંબર ની વિશેષ જાણકારી આપી. શાળાના આચાર્ય કેતન શાહ દ્વારા દીકરીઓની સુરક્ષા સાથે અન્ય સામાજીક સંબંધિત વિગતો, સમાજમાં થતા મહિલા અત્યાચાર તેને કનડગત પ્રશ્નો વિશે જાણકરી આપી હતી. અંતે શાળા પરિવાર તરફથી મહિલા સુરક્ષા દળોના કાઉન્સિલર અને એ.એસ.આઈ. બંને ગામીત બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
