વ્યારા આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ખેલ મહાકુંભ વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આર્ટસ અને કોમર્સ કોલેજના મેદાનપર ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનો ભાઈઓની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ સંકુલ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા ગ્રતતા. ૨૯ નવેમ્બર ના રોજ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ રમતના ભાઇઓની સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાના વિજેતા કુલ અંદાજીત ૭૦૦ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં અં–૦૯,અં–૧૧, અં–૧૪, અં–૧૭ અને ઓપન એજ ગ્રુપના ખેલાડીઓએ એથ્લેટિક્સ રમતની વિવિધ ઇવેન્ટ જેમાં વિવિધ દોડ, વિવિધ કૂદ તથા વિવિધ ફેંક ખેલ જગતમાં પોતાની દમદાર ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતની શિસ્ત, ઝડપ અને કુશળ તાલમેલ દર્શાવ્યો હતો.શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી,અનિલા સુરેશ શાહ પ્રાથમિક શબરીધામ સંકુલના વિદ્યાર્થી ફિયાશું પી. અટાલીયા આ સ્પર્ધામાં અં- ૦૯, એ ૩૦ મીટર દોડ,એથ્લેટિક્સમાં વિજય થયા છે જે હવે ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધા ભાગ લેશે.
ખેલ મહાકુંભ તાલુકા કક્ષા વિજેતા કબડ્ડી અંડર -૧૭ ના વિજેતા ખેલ મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધા ભાગ લેશે.
જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા બેડમિન્ટન સાંગોરે અવની દ્વિતીય વિજેતા ટીસા ચૌધરી જે હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ હિતાંશુ, હર્ષલ, તનીશ, હર્ષ, ઘનશ્યામ, મયંક, સ્વપ્નિલ, અર્પિત,જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા તૃતીય દોરડા ખેંચ હવે ઝોન કક્ષાએ રમશે.
જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ લાંબી કુદ અંડર-૧૪, પ્રથમ ક્રમે વિજેતા આરાધ્યા ગામીત (૮-બી) હવે રાજ્ય કક્ષાએ રમશે.
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત યોગા સ્પર્ધામાં પ્રથમ ક્રમે, ગાવિત રુદ્રાણી આર્ટિસ્ટીક યોગ અને દ્વિતિય ક્રમે, રિધમિક યોગ ગામીત વિભૂતિ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
ખો-ખો રમતના વિજેતા દ્વિતીય ક્રમે થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
આ સ્પર્ધામાં રક્ષણાત્મક તેમજ રમતમાં વિદ્યાર્થીનું સમર્પણ અદભુત રહ્યું હતું. નિર્ણાયક મુકાબલામાં પણ રમતવીરોમાં અદભુત આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. નિર્ણાયક મુકાબલામાં રમતને તકમાં ફેરવી વિજય મેળવ્યો,જે પ્રશંસનીય છે.આ સફળતા પાછળ શિક્ષક કોચ ઉમેશ ધોડિયા,સંદીપભાઈ ગામીતનું માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. આ ઉપરાંત, શાળા વ્યવસ્થાપનનો સતત સહકાર, માતા-પિતાની પ્રેરણા અને ખેલાડીઓની સઘન મહેનતનું આ પરિણામ છે. ખેલાડીઓમાં વ્યક્તિગત અને સાંધિક ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. આ વિજયથી શાળાએ જિલ્લા સ્તરે પોતાની અગ્રણી ઓળખ વધુ મજબૂત બનાવી છે. આવનારી રાજ્ય કક્ષા સ્પર્ધાઓમાં ટીમ આજ નિષ્ઠા, શક્તિ અને આત્મવિશ્વાસ સાથે ઉતરી રાજ્યમાં શાળાનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. શાળાના આચાર્ય કૃપાબહેન શાહ દ્વારા તમામ ખેલાડીઓ, કોચ અને સહયોગીઓને આ ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
