ખેલ મહાકુંભ-૨૦૨૫ : દક્ષિણ ઝોનકક્ષા રસ્સાખેંચ સ્પર્ધાનું વ્યારા ખાતે આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપી-વ્યારા દ્વારા જણાવવામાં આવે છે કે, ખેલ મહાકુંભ-૨૦૨૪ અંતર્ગત દક્ષિણ ઝોનકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન તા. ૦૮/૧૨/૨૦૨૪ થી તા. ૧૧/૧૨/૨૦૨૪ દરમિયાન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા વ્યારાના મુસા રોડ સ્થિત ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સરકારી લાઇબ્રેરીની પાછળ, ફાયર સ્ટેશન પાસે યોજાશે, આ સ્પર્ધાનું રિપોર્ટિંગ સ્થળ રહેશે. આ ઝોનકક્ષાની સ્પર્ધામાં અંડર-૧૭, ઓપન એઈજ કેટેગરી, ૪૦ વર્ષ ઉપર અને ૬૦ વર્ષ ઉપર વયજૂથના ભાઈઓ તથા બહેનોની ટીમો ભાગ લઈ શકશે. દક્ષિણ ઝોનના તાપી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓની સિલેક્શન પામેલી ટીમોને આ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્પર્ધા સંબંધિત વધુ માહિતી માટે દિક્ષિતભાઇ પટેલ (મો. ૯૮૭૯૫૩૬૬૬૮) અથવા ઓમ કોટવાલ (મો. ૯૬૬૨૪૮૯૬૦૦) પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *